23 માર્ચથી શરુ થનાર આઈપીએલની બધી લીગ મેચ પહેલાની જેમ રાત્રે 8 કલાકે રમાશે. બપોરની મેચો 4 કલાકેથી રમાશે. પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે આ જાણકારી આપી હતી. આ પહેલા એવી અટકળો હતી કે બીસીસીઆઈ ઉપર રાત્રીની મેચોનો ટાઈમ બદલીને સાત વાગ્યાની કરવાનું દબાણ છે. જોકે બોર્ડ મેચ આઠ કલાકે શરુ કરવાના નિર્ણય ઉપર અડગ છે.
પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે સીઓએએ બેઠક પછી કહ્યું હતું કે મેચ રાત્રે 8 કલાકેથી શરુ થશે. ગત સિઝનમાં લીગ મેચ રાત્રે 8 કલાકે શરુ થઈ હતી પણ પ્લેઓફ અને ફાઇનલ મેચ સાંજે 7 કલાકેથી શરુ થઈ હતી.
થોડા દિવસો પહેલા બીસીસીઆઈએ આઈપીએલના પ્રથમ બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ દરમિયાન 17 મેચો રમાશે. બાકીનો કાર્યક્રમ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી જાહેર કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર