Home /News /sport /

વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાતા હેલ્સ થયો નારાજ, કહ્યું - ઇંગ્લેન્ડે દગો આપ્યો

વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાતા હેલ્સ થયો નારાજ, કહ્યું - ઇંગ્લેન્ડે દગો આપ્યો

વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાતા હેલ્સ થયો નારાજ, કહ્યું - ઇંગ્લેન્ડે દગો આપ્યો

થોડા દિવસો પહેલા તેની ઉપર ડ્રગ્સ લેવાના કારણે 21 દિવસનો પ્રતિબંધ લાગ્યો હતો

    ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાંથી બહાર કરવાથી એલેક્સ હેલ્સે પસંદગીકારો પર પ્રહારો કર્યા છે. તેના તરફથી જાહેર નિવેદનમાં કહેવાયું છે કે જેવો વ્યવહાર કરવામાં આવ્યો તેનાથી ઘણો નિરાશ છું.

    હેલ્સ તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવાયું છે કે હેલ્સને વર્લ્ડ કપની પ્રાથમિક ટીમમાંથી હટાવવાના પગલું ભર્યું છે તેનાથી નિરાશ થયો છે. કોઈપણ હેલ્સને આ મામલે માફ કરવાની માંગણી કરી રહ્યા નથી. તેણે એ વાતનો સ્વિકાર કર્યો છે કે તેનાથી મોટી ભૂલ થઈ છે.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તેની ઉપર ડ્રગ્સ લેવાના કારણે 21 દિવસનો પ્રતિબંધ લાગ્યો હતો. તે ડોક્ટરની સલાહ વગર રિક્રિએશનલ ડ્ર્ગ્સ લેવાના આરોપમાં દોષિત સાબિત થયો હતો. આ પછી તેણે પર્સનલ કારણ આગળ ધરી અનિશ્ચિત સમય માટે આરામ લીધો હતો. જોકે પછી બહાર આવ્યું હતું કે તે ડ્રગ્સ લેવાના કારણે ક્રિકેટથી દૂર રહ્યો હતો.

    તેને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજીંગ ડાયરેક્ટર અને ઇંગ્લેન્ડ ટીમના પસંદગીકારોએ કર્યો હતો. આ નિર્ણય ટીમમાં યોગ્ય વાતાવરણ બનાવવા અને કોઈ પ્રકારના ભ્રમને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે. આ પગલા પછી હવે તે એકમાત્ર વન-ડે મેચ માટે આયરલેન્ડ જઈ શકશે નહીં. તેને પાકિસ્તાન સામે એકમાત્ર ટી-20 અને પાંચ મેચની વન-ડે શ્રેણી સાથે આઈસીસી વર્લ્ડ કપમાંથી પણ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: World cup 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन