ડેવિડ વોર્નરની જગ્યાએ સનરાઇઝર્સ હૈદારાબાદમાં એલેક્સ હેલ્સને મળ્યું સ્થાન

Vinod Zankhaliya
Updated: March 31, 2018, 4:11 PM IST
ડેવિડ વોર્નરની જગ્યાએ સનરાઇઝર્સ હૈદારાબાદમાં એલેક્સ હેલ્સને મળ્યું સ્થાન

  • Share this:
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલમાં દોષી જાહેર કરવામાં આવતા વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે આઈપીએલ 2018માં પણ નહીં રમી શકે. હવે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં તેની જગ્યાએ બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડનો ખેલાડી એલેક્સ હેલ્સ રમશે.

સનરાઇઝર્સે હેલ્સને રજિસ્ટર્ડ એન્ડ અવેલેબલ પ્લેયર પૂલ (આરએપીપી) અંતર્ગત બેઝ પ્રાઇઝ એક કરોડમાં ખરીદ્યો છે. નોંધનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલ રમી ચુકેલા હેલ્સને આ વખતે હરાજીમાં કોઈએ ખરીદ્યો ન હતો.

હેલ્સ ઇંગ્લેન્ડ તરફથી ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. હેલ્સે 27મી માર્ચ 2014માં ચટગાંવમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 વિશ્વ કપમાં અણનમ 116 રન ફટકાર્યા હતા.

જોકે, આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ મેનેજમેન્ટે શ્રીલંકન વિકેટકીપર તેમજ બેટ્સમેન કુસાલ પરેરાનો સંપર્ક કર્યો હતો, જેના કારણે તેને વોર્નરની જગ્યાએ ટીમમાં સામેલ કરી શકાય. જોકે, તેણે શ્રીલંકન ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે આ ઓફર નકારી દીધી હતી.

તમામ લોકો જાણે છે કે બોલ ટેમ્પરિંગ કેસમાં ડેવિડ વોર્નરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ હૈદરાબાદ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. જ્યારે બીસીસીઆઈ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે બંને ખેલાડીઓ આઈપીએલમાં નહીં રમી શકે.

સનરાઇઝર્સ હૈદારાબાદ ટીમની કેપ્ટનશીપ પદ હવે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને સોંપી દેવામાં આવી છે, છેલ્લા ઘણા વર્ષથી તે ટીમ સાથે જોડાયેલો છે.આઈપીએલની 11મી સિઝનની શરૂઆત સાતમી એપ્રિલથી થશે. પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વિરુદ્ધ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 27મી મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. સનરાઇઝર્સ હૈદરાબાદ સિઝનની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સાતમી એપ્રિલના રોજ રમશે.
First published: March 31, 2018, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading