ફુલ ફોર્મમાં ચાલી રહેલા ઈંગ્લેન્ડના દિગ્ગજે ક્રિકેટને કહ્યું, અલવિદા

News18 Gujarati
Updated: September 3, 2018, 8:19 PM IST
ફુલ ફોર્મમાં ચાલી રહેલા ઈંગ્લેન્ડના દિગ્ગજે ક્રિકેટને કહ્યું, અલવિદા

  • Share this:
ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટેયર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ભારત સામે ધ વૉલમાં રમાનારી અંતિમ ટેસ્ટ મેચ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહશે.

કુકે અત્યાર સુધી 160 ટેસ્ટ મેચમાં કુલ 12254 રન બનાવ્યા છે. ટેસ્ટમાં કુકનાં નામે કુલ 32 સદી છે. કુકે સંન્યાસ લેતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનાં 15921 ટેસ્ટ રનનો રેકોર્ડ બચી ગયો છે. 32 વર્ષનો કુક સચિન તેંડુલકરનાં રેકોર્ડને તોડવાથી ફક્ત 3667 રન પાછળ હતો અને તે આ રેકોર્ડને તોડવા માટેનો પ્રબળ દાવેદાર હતો, પરંતુ તેના સંન્યાસ લીધા પછી કદાચ જ કોઈ બેટ્સમેન સચિન તેંડુલકરનાં આ રેકોર્ડ સુધી પહોંચી શકશે.

કુકે કહ્યું કે, “છેલ્લા ઘણા મહિના વિચાર્યા પછી ભારત સામેની ટેસ્ટ સીરીઝ બાદ સંન્યાસ લેવાનો વિચાર કર્યો છે. મારા સાથી ખેલાડીઓ સાથે ભવિષ્યમાં ડ્રેસિંગ રૂમ શેર નહી કરી શકું તે વિચારે આ નિર્ણય લેવો અઘરો હતો, પરંતુ આ યોગ્ય સમય છે.” કુકે કહ્યું કે, “મે મારી ક્ષમતા અને આશા કરતા વધારે ઉપલબ્ધિ મેળવી છે અને ઘણા દિગ્ગજ સાથે આટલો લાંબો સમય રમવાનું સૌભાગ્ય મળ્યું તેને માટે હું ખુદને નસીબદાર માનું છું.”


કુકે 2006માં 21 વર્ષની ઉંમરે નાગપુર ટેસ્ટમાં ભારત સામે પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે શતક ફટકાર્યું હતુ અને હવે તે ભારત સામે જ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ક્રિકેટને અલવિદા કહેશે. 33 વર્ષનાં કુકે ઇંગ્લેન્ડ માટે 92 વનડે રમી છે જેમાં તેણે 3204 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 5 સદી છે. ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં કુકે ફક્ત 109 રન બનાવ્યા છે.
First published: September 3, 2018, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading