નિવૃત્તિ લેનાર ખેલાડીઓ માટે કેમ ખાસ છે ઇંગ્લેન્ડનું ઓવલ મેદાન

એલિસ્ટર કૂક ઓવલમાં રમાય રહેલી ભારત સામેની પાંચમી ટેસ્ટ પછી નિવૃત્તિ લઈ લેશે

ઇંગ્લેન્ડનો પૂર્વ સુકાની એલિસ્ટર કૂક ઓવલમાં રમાય રહેલી ભારત સામેની પાંચમી ટેસ્ટ પછી નિવૃત્તિ લઈ લેશે

 • Share this:
  ઇંગ્લેન્ડનો પૂર્વ સુકાની એલિસ્ટર કૂક ઓવલમાં રમાય રહેલી ભારત સામેની પાંચમી ટેસ્ટ પછી નિવૃત્તિ લઈ લેશે. કૂક ઇંગ્લેન્ડના ટોપ બેટ્સમેનોમાં સામેલ છે. પાંચમી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેણે 71 રનની ઇનિંગ્સ રમી હતી.

  ઓવલ મેદાન પર પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલો કૂક નિવૃત્તિ પછી એક ખાસ ક્લબનો ભાગ બની જશે. જેમાં ડોન બ્રેડમેન, વિવિયન રિચર્ડ્સ અને માઇકલ ક્લાર્ક જેવા ખેલાડી સામેલ છે. આ બધા બેટ્સમેનો પોતાની અંતિમ ટેસ્ટ મેચ ઓવલના મેદાનમાં રમ્યા હતા.

  ઓવલ મેદાન પર નિવૃત્તિની જાહેરાત કરનાર સૌથી મોટા બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના સુકાની અને મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન હતા. પોતાની અંતિમ ટેસ્ટમાં ઓવલના આ જ મેદાન પર તે એકમાત્ર ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયા હતા અને તેમની એવરેજ 100થી ઓછી (99.94) રહી ગઈ હતી. બ્રેડમેને 52 ટેસ્ટમાં 29 સદીની મદદથી 6996 રન બનાવ્યા હતા.

  આ પણ વાંચો - ઇંગ્લેન્ડના પૂર્વ સુકાનીએ ચેતવ્યો, ક્યાંક તાનાશાહ ના બની જાય વિરાટ કોહલી

  1991માં ફરી એર વખત ઓવલના આ જ મેદાનમાં ઐતિહાસિક નિવૃત્તિ જોવા મળી હતી. વેસ્ટ ઇન્ડીઝના ત્રણ દિગ્ગજ મેલ્કમ માર્શલ, જેફ ડુજોન અને વિવિયન રિચર્ડ્સે પણ કારકિર્દીની અંતિમ મેચ આ જ મેદાનમાં રમ્યા હતા. કૂકની સાથે રહેલા આક્રમક બેટ્સમેન ફ્લિનટોફે પણ 2009માં આ જ મેદાનમાં ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

  ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માઇકલ ક્લાર્કે પણ 2015માં એશિઝ શ્રેણી પછી આ જ મેદાનમાં નિવૃત્તિ જાહેર કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: