Home /News /sport /

Axar Patel: અક્ષર પટેલ ફીયાન્સી સાથે અમેરિકામાં માણી રહ્યો છે વેકેશન, શેર કર્યા રોમેન્ટિક ફોટોસ

Axar Patel: અક્ષર પટેલ ફીયાન્સી સાથે અમેરિકામાં માણી રહ્યો છે વેકેશન, શેર કર્યા રોમેન્ટિક ફોટોસ

અમેરિકામાં અક્ષર પટેલ

Axar Patel fiancee vacation: અક્ષરે તેના વેકેશનની કેટલીક તસવીરો (vacation photos of Akshar patel) પોસ્ટ કરી છે. જેમાં તેને મેહા સાથે રોમેન્ટિક પોઝ આપતો જોઇ શકાય છે.

    વિન્ડિઝ સામેની ટી-20 શ્રેણી પુરી થયા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને કેટલાક દિવસોનો બ્રેક મળ્યો છે, આ બ્રેકનો ખેલાડીઓ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઑલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) પણ પોતાની મંગેતર મેહા પટેલ ( Meha patel) સાથે ફ્લોરિડામાં રજાઓ માણી રહ્યો છે. અક્ષરે તેના વેકેશનની કેટલીક તસવીરો (vacation photos of Akshar patel) પોસ્ટ કરી છે. જેમાં તેને મેહા સાથે રોમેન્ટિક પોઝ આપતો જોઇ શકાય છે.

    શેર કરેલા ફોટાના બેકગ્રાઉન્ડમાં બીચ દેખાઈ રહ્યો છે અને તેનું કેપ્શન છે, 'તમે કોઈ લહેર નથી, તમે સમુદ્રનો ભાગ છો.'

    અક્ષરે અણનમ 64 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી


    વિન્ડિઝ સામેની બીજી વન ડેમાં અક્ષરે અણનમ 64 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તે મેચમાં 311 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 80 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની શાનદાર બેટિંગે ભારતને જીત અપાવી હતી. અક્ષરે ટી-20 ઈન્ટરનેશનલમાં પણ પ્રભાવશાળી દેખાવ કરતાં કુલ સાત વિકેટ સાથે શ્રેણી પૂરી કરી હતી. આ પ્રદર્શનના કારણે ચાહકો ખુશ થયા હતા.

    આ પણ વાંચોઃ-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ UAEમાં Mi Emitrates અને દ.આફ્રિકામાં Mi Cape Town ટીમ ખરીદી

    એશિયા કપમાં અક્ષર પટેલ સ્ટેન્ડ બાય પ્લેયર


    27 ઓગસ્ટથી સંયુક્ત આરબ અમિરાતમાં યોજાનારા એશિયા કપ માટેની ટીમમાં અક્ષર પટેલને વધારાના ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. વિન્ડિઝ સામે શાનદાર દેખાવ કરવા છતાં અક્ષર પટેલને એશિયા કપની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ટૂર્નામેન્ટ માટે તે શ્રેયસ અય્યર, દીપક ચહરની સાથે સ્ટેન્ડ બાય પ્લેયર રહેશે. પસંદગીકારોએ સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ રવિન્દ્ર જાડેજા તેમજ રવિ બિશ્નોઈની પસંદગી કરી છે. અક્ષર પટેલને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે રાખવાના નિર્ણયથી ચાહકો નારાજ થયા છે.

    જન્મદિવસે કરી હતી સગાઈ


    અક્ષર પટેલે આ વર્ષે તેના 28મા જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી હતી. અક્ષર પટેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આજે જીવનની નવી શરૂઆત છે, આજથી સદા સાથે રહીશું. અક્ષર પટેલે સોશિયલ મીડિયા દ્વારા કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે પોતાના મંગેતર મેહાને રિંગ પહેરાવતો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચોઃ-CWG 2022: ભારતે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જીત્યા 203 ગોલ્ડ, મેળવી આવી સિદ્ધિ

    એશિયા કપ માટે ભારતની ટીમ


    રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ.
    Published by:ankit patel
    First published:

    Tags: Sports news, અક્ષર પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन