Home /News /sport /અખ્તરે શમીના 'કર્મા'વાળા ટ્વીટ પર આપી પ્રતિક્રિયા, કોમેન્ટેટરની મદદથી વાળ્યો જવાબ

અખ્તરે શમીના 'કર્મા'વાળા ટ્વીટ પર આપી પ્રતિક્રિયા, કોમેન્ટેટરની મદદથી વાળ્યો જવાબ

શમી-અખ્તર વચ્ચે ટ્વિટર વૉર

T20 World Cup Final: T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ (PAK vs ENG) દ્વારા પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાનની હાર પર ભારતીય બોલર મોહમ્મદ શમીએ શોએબ અખ્તરને ટ્રોલ કર્યો હતો,અસલમાં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ અખ્તરે એક હૃદયદ્રાવક ઇમોજી શેર કરી હતી, જેના પર શમીએ પ્રતિક્રિયા આપી હતી. અખ્તરના ટ્વીટનો જવાબ આપતા શમીએ લખ્યું, "માફ કરશો ભાઈ, આને કર્મ કહેવાય છે". શમીનું આ કટાક્ષ ખુબ જ વાયરલ થયું હતું.

વધુ જુઓ ...
    T20 World Cup Final: T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ (PAK vs ENG) દ્વારા પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાનની હાર પર ભારતીય બોલર મોહમ્મદ શમીએ શોએબ અખ્તરને ટ્રોલ કર્યો હતો,અસલમાં ઇંગ્લેન્ડ સામેની હાર બાદ અખ્તરે એક હૃદયદ્રાવક ઇમોજી શેર કરી હતી, જેના પર શમીએ પ્રતિક્રિયા આપી હતી. અખ્તરના ટ્વીટનો જવાબ આપતા શમીએ લખ્યું, "માફ કરશો ભાઈ, આને કર્મ કહેવાય છે". શમીનું આ કટાક્ષ ખુબ જ વાયરલ થયું હતું. હવે શમીના આ ટ્વીટ પર અખ્તરે ભારતીય કોમેન્ટેટર હર્ષા ભોગલે દ્વારા જે કહ્યું તેના પર પોતાનો જવાબ વાળ્યો છે.

    અખ્તરે શમીના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, 'અને આને સમજદાર ટ્વિટ કહેવાય છે. શોએબનો ઇશારો શમીના કર્મા ટ્વિટ તરફ હતો.. અસલમાં અખ્તરે જે લખ્યું છે તેમાં ભોગલેએ પાકિસ્તાની બોલરની પ્રશંસા કરી છે. તેમને લખ્યું છે કે, પાકિસ્તાનને શ્રેય આપવો જોઈએ. પાકિસ્તાનની જેમ 137 રનના ટાર્ગેટને ઘણી ઓછી ટીમો બચાવી શકે છે, શ્રેષ્ઠ બોલિંગ યૂનિટ

    ફાઈનલ બાદ અખ્તર અને શમી વચ્ચેની કટાક્ષપૂર્ણ ટ્વિટએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે ભારત સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હરાવ્યું હતું ત્યારે અખ્તરે પણ ભારતીય બોલરો પર કટાક્ષ કર્યો હતો અને ભારતીય બોલિંગ વિભાગને સામાન્ય બોલિંગ યુનિટ ગણાવ્યું હતું. જે બાદ ફાઇનલમાં પાકિસ્તાનની હાર બાદ શમીએ અખ્તરને ટ્વીટ કરીને જવાબ આપવાનું કામ કર્યું.

    T20 વર્લ્ડ કપની ફાઈનલની વાત કરીએ તો આ મેચ ઈંગ્લેન્ડે 5 વિકેટથી જીતી લીધી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 137 રન બનાવ્યા હતા જે બાદ ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સ્ટોક્સે 52 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन