Home /News /sport /ભારતીય ક્રિકેટ ટીમનો નવો ચીફ સિલેક્ટર કોણ? અજીત અગરકરનું નામ ચર્ચામાં

ભારતીય ક્રિકેટ ટીમનો નવો ચીફ સિલેક્ટર કોણ? અજીત અગરકરનું નામ ચર્ચામાં

અજિત અગરકર (ફાઇલ ફોટો)

બીસીસીઆઇએ સીનિયર સિલેક્શન કમિટીને સસ્પેન્ડ કરીને સૌને ચોકાવી દીધા છે. ટી-20 વર્લ્ડકપ 2022માં ટીમ ઇન્ડિયાની હાર બાદ કેટલાક સવાલ ઉભા થયા હતા, આ વચ્ચે બોર્ડે એક્શન લીધુ છે

    Team India Chief Selector: બીસીસીઆઇએ સીનિયર સિલેક્શન કમિટીને સસ્પેન્ડ કરીને સૌને ચોકાવી દીધા છે. ટી-20 વર્લ્ડકપ 2022માં ટીમ ઇન્ડિયાની હાર બાદ કેટલાક સવાલ ઉભા થયા હતા, આ વચ્ચે બોર્ડે એક્શન લીધુ છે. ચેતન શર્માની આગેવાની ધરાવતી સિલેક્શન કમિટી પર કેટલાક સવાલ ઉભા થઇ રહ્યા હતા, હવે જ્યારે પુરી કમિટીને હટાવી દેવામાં આવી છે ત્યારે સવાલ ઉભા થાય છે કે નવો ચીફ સિલેક્ટર કોણ બનશે?

    ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર અજિત અગરકર નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. અજિત અગરકર પહેલા પણ આ પોઝિશન માટે અરજી કરી ચુક્યા છે પરંતુ ગત વખતે તે રેસમાં પાછળ છુટી ગયા હતા પરંતુ આ વખતે જેવી સ્થિતિ બની છે માનવામાં આવે છે કે તેમની પાસે વધુ તક છે.

    એક બીસીસીઆઇ અધિકારીનું કહેવુ છે કે અજિત અગરકર સાથે હજુ સુધી આ મામલે કોઇ વાત થઇ નથી. જો તે આ પદ માટે અરજી કરવા માંગે છે તો પુરી રીતે તેમની પસંદ છે. ગત વખતે તે ઘણા નજીક આવ્યા હતા પણ જોબ મેળવી શક્યા નહતા. અજિત અગરકર પાસે ત્રણેય ફોર્મેટનો અનુભવ છે જેમાં આઇપીએલ પમ સામેલ છે.

    મહત્વપૂર્ણ છે કે અજિત અગરકર આ સમયે ઇન્ડિયન પ્રીમિયર લીગ દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે કામ કરી રહ્યા છે. તે ચીફ સિલેક્ટરની જોબ માટે અરજી કરે છે તો તેમણે આઇપીએલની આ જોબને છોડવી પડશે. જોકે, બીસીસીઆઇના નિયમને જોઇએ તો અજિત અગરકર આ જોબ માટે પુરી રીતે ફિટ બેસે છે.

    ચીફ સિલેક્ટર બનવા માટે શું છે જરૂરી

    • કોઇ પણ ખેલાડી જેને 7 અથવા તેનાથી વધારે ટેસ્ટ મેચ રમી હોય

    • 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય

    • 10 વન ડે અથવા 20 લિસ્ટ એ મેચ રમી ચુક્યો હોય

    • 5 વર્ષ પહેલા ક્રિકેટમાંથી રિટાયર થઇ ચુક્યો હોય

    • બીસીસીઆઇની કોઇ કમિટીનો સભ્ય ના હોય અને આવતા 5 વર્ષ સુધી સેવા આપી શકે


    અજિત અગરકરની કરિયર

    • 26 ટેસ્ટ, 58 વિકેટ

    • 191 વન ડે, 288 વિકેટ

    • 4 ટી-20, 3 વિકેટ

    • 32 આઇપીએલ મેચ, 29 વિકેટ

    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन