Home /News /sport /અજિંક્ય રહાણેનું દર્દ છલકાયું, કહ્યું - ‘કામ મેં કર્યું અને ક્રેડિટ કોઇ બીજું લઇ ગયું’

અજિંક્ય રહાણેનું દર્દ છલકાયું, કહ્યું - ‘કામ મેં કર્યું અને ક્રેડિટ કોઇ બીજું લઇ ગયું’

રહાણેએ એક શોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, “જ્યારે હું ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન હતો, ત્યારે અમુક નિર્ણયો લીધા હતા

Cricket news - એક ઈન્ટરવ્યૂમાં રહાણેએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળેલી ઐતિહાસિક જીતને કારણે પોતાની રમત ઉપરાંત અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી

નવી દિલ્હી : એક વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં (Australia)ઐતિહાસિક ટેસ્ટ માટે જીતનો હીરો અજિંક્ય રહાણે (Ajinkya Rahane)ને માનવામાં હતો. પરંતુ આજે રહાણેને જીતનો હીરો માનનારા એ જ લોકો તેને ટીમમાંથી બહાર કરવા માંગે છે. રહાણે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી (IND vs SA)માં રમતો જોવા મળ્યો હતો. પરંતુ આ પ્રવાસમાં તે ખાસ કમાલ કરી શક્યો ન હતો. પોતાની કારકિર્દી બચાવવા માટે સંઘર્ષ કરી રહેલો રહાણે માત્ર અડધી સદી ફટકારી શક્યો હતો.

હાલ ખરાબ ફોર્મના કારણે રહાણે પાસેથી વાઇસ-કેપ્ટનશિપ (Vice Captain) પણ છીનવી લેવામાં આવી હતી. વિરાટ કોહલી (Virat kohli)ના રાજીનામા બાદ તે આગામી ટેસ્ટ કેપ્ટનની રેસમાંથી પણ બહાર થઈ ગયો હતો. આટલું થયા બાદ રહાણેની કારકિર્દીના અંતની ચર્ચાઓ વાયુ વેગે થવા લાગી હતી. પરંતુ રહાણેને લાગે છે કે તેની કારકિર્દી હજુ સમાપ્ત નહીં થાય. એક ઈન્ટરવ્યૂમાં તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળેલી ઐતિહાસિક જીતને કારણે પોતાની રમત ઉપરાંત અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

ઓસ્ટ્રેલિયા સીરીઝની જીતમાં રહાણેનું યોગદાન

ઓસ્ટ્રેલિયાના ગત પ્રવાસમાં એડિલેડમાં થયેલ પહેલા ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી પોતાના પહેલા સંતાનના જન્મના કારણે રજા પર ઉતરી ભારત પરત આવી ગયો હતો. તેમની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી અને મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમને શાનદાર જીત અપાવી હતી અને સીરીઝમાં કમબેક કર્યુ હતું. આ ટેસ્ટમાં રહાણેએ સદી પણ ફટકારી હતી. ત્યાર બાદ ભારતે ટેસ્ટ સીરીઝમાં જીતનો તાજ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો - ઇરફાન પઠાણે પુછ્યું, શું Election આવી રહી છે? યુઝર્સનો સણસણતો જવાબ, તમારા મિત્ર ગંભીરને પૂછો!

નિર્ણયો મેં લીધા અને શ્રેય અન્યએ લીધો – રહાણે

રહાણેએ એક શોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, “જ્યારે હું ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન હતો, ત્યારે અમુક નિર્ણયો લીધા હતા. પરંતુ તેનો શ્રેય કોઇ બીજાએ પોતાના નામે કરી લીધો. મને ખબર છે મેં ત્યાં શું કર્યું. મારે કોઇને કહેવાની જરૂર નથી. મારી એવી ટેવ નથી કે હું તેનો શ્રેય મારા નામે કરું. હા, મેં મેદાન પર અને ડ્રેસિંગ રૂમમાં કેટલીક બાબતો નક્કી કરી હતી. પરંતુ તેનો શ્રેય કોઈ બીજાએ લીધો હતો. મારા માટે શ્રેણી જીતવી મહત્વપૂર્ણ હતી. તે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. પાછળથી લોકોની જે પ્રતિક્રિયા સામે આવી કે ક્રેડિટ લેવામાં આવ્યો, મીડિયામાં જે કંઈ પણ બહાર આવ્યું કે અમે આમ કર્યું અને આ અમારો નિર્ણય હતો. ભલે લોકોએ એવી વાતો કરી, પરંતુ મને ખબર છે કે મેં શું નિર્ણય લીધા હતા.”

મેં પણ ટેસ્ટ જીતવામાં યોગદાન આપ્યું – રહાણે

અજીંક્ય રહાણેએ ટેસ્ટ કરિયર ખતમ થવાની વાત પર કહ્યું કે, “જ્યારે લોકો કહે છે કે મારું કરિયર ખતમ થઇ ગયું છે, તો હું હસી દવ છું. જે લોકો રમતને નજીકથી સમજે છે તેઓ આ પ્રકારની વાતો નહીં કરે. બધા જાણે છે કે ઓસ્ટ્રેલિયામાં શું થયું હતું અને તે પહેલા પણ શું થયું હતું. મે પણ ટેસ્ટ જીતમાં યોગદાન આપ્યું છે. જે લોકો રમતને પ્રેમ કરે છે તે સમજદારીની વાત કરે છે.”
First published:

Tags: Ajinkya Rahane, Indian Cricket, વિરાટ કોહલી