Home /News /sport /

ડોક્ટરની સલાહ પર ક્રિકેટ એકેડેમીમાં થયું હતું અજિંક્ય રહાણેનું એડમિશન!

ડોક્ટરની સલાહ પર ક્રિકેટ એકેડેમીમાં થયું હતું અજિંક્ય રહાણેનું એડમિશન!

અજિંક્ય રહાણે આજે ટીમ ઇન્ડિયાની બેટિંગની મહત્વપૂર્ણ કડી છે (AP)

રહાણેએ હાલમાં જ ઇએસપીએન ક્રિકઇન્ફોના ખાસ શો ક્રિકેટબાજી પર દિપ દાસગુપ્તા સાથે વાતચીત કરી

નવી દિલ્હી: અજિંક્ય રહાણે આજે ટીમ ઇન્ડિયાની બેટિંગની મહત્વપૂર્ણ કડી છે. વિદેશી પ્રવાસ પર તેમનું બેટ ખૂબ બોલે છે. તેમના રેકોર્ડ આ વાતની સાબિતી પૂરાવે છે. તેમણે અત્યાર સુધીમાં ટેસ્ટમાં 12 સદીઓ ફટકારી છે અને તેમાથી 8 વિદેશી પિચો પર સદી બનાવી છે. ગત ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીની ગેર હાજરીમાં તેમણે જે રીતે ટીમ ઇન્ડિયાને જીતાડી, તેનાથી કેપ્ટન તરીકે તેની શાખ વધી ગઇ છે. તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલ ઇન્ડિયન ટીમમાં પણ સામેલ છે.

રહાણેએ હાલમાં જ ઇએસપીએન ક્રિકઇન્ફોના ખાસ શો ક્રિકેટબાજી પર દિપ દાસગુપ્તા સાથે વાતચીત કરી હતી. જેમાં પોતાની રમત, કરાટે, સચિન અને દ્રવિડથી મળેલી સલાહ સિવાય ઘણા પાસાઓ પર ખુલીને વાત કરી હતી. આ વાતચીત દરમિયાન રહાણેએ કહ્યું કે, કઇ રીતે તેમણે ગલી ક્રિકેટથી ક્લબ ક્રિકેટ રમવાની શરૂઆત કરી. આ સિવાય દિપ દાસગુપ્તાએ રહાણેને તેના શરૂઆતી ક્રિકેટથી લઇને ઇન્ડિયન ક્રિકેટ ટીમ સુધીની સફર અંગે સવાલો કર્યા હતા.

રહાણેના ઇન્ટરવ્યૂની ખાસ વાતો

દિપ દાસગુપ્તા- તમારા કરિયરના 10 વર્ષ થઇ ગયા છે. છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવામાં તમારા વિશે વધુ લખાયું નથી એવું કેમ?

રહાણે- ક્રિકેટ સિવાય કંઇ પણ મગજમાં નથી આવતું. આજે જે પણ છું તે આ રમતના કારણે જ છું. મેં ક્યારેય તે જાણવાનો પ્રયત્ન નથી કર્યો કે મારા વિશે બહાર શું લખાઇ-બોલાઇ રહ્યું છે. મારા માટે તે મહત્વનું છે કે હું મહેનત કરતો રહું અને રમત પર ધ્યાન આપું.

દિપ દાસગુપ્તા- તમે ડોમ્બિવલીથી આઝાદ મેદાન કઇ રીતે પહોંચ્યા?

રહાણે- મેં ડોમ્બિવલીની ગલીઓમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. પાડોશમાં એક ડોક્ટર સાહેબ રહેતા હતા. તેમણે પપ્પાને કહ્યું કે રહાણેની ટેક્નિક સારી છે, તેને આ રમત ગમે છે. તેમણે પપ્પાને મને ક્રિકેટ એકેડેમીમાં મોકલવા કહ્યું. એકેડેમીમાં હું સૌથી નાનો છોકરો હતો. કોચે ત્યારે મને સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનો ફોટો બતાવ્યો હતો. તેમણે મને પૂછ્યું કે શું તમે આમની સાથે રમવા માંગશો. ત્યારે મેં હા કહ્યું હતું. પરંતુ વિચાર્યુ ન હતું કે આવા દિગ્ગજો સાથે રમવાનો અવસર મળશે.

આ પણ વાંચો - જો તમારી સાથે છેતરપિંડી થઈ છે તો ફરિયાદ કરો અને પૈસા પરત મેળવો, જાણો કેવી રીતે?

દિપ દાસગુપ્તા- તમે કરાટેમાં બ્લેક બેલ્ટ છો. તેનાથી ક્રિકેટમાં શું ફાયદો થયો?

રહાણે- કરાટેથી શરીર લચીલું બન્યુ અને ઝડપ આવી. કરાટેમાં જાવાનો અર્થ હતો કે ઘરથી બહાર નીકળું અને દિવસ ભર કંઇકને કંઇક કરૂ. આ જ રમતના કારણે હું પોતાને સીમાથી બહાર ધકેલી શક્યો અને તે ક્રિકેટમાં પણ ખૂબ કામ લાગ્યું છે.

દિપ દાસગુપ્તા- અંડર-19 ટીમમાં વિરાટ સાથે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કેવો રહ્યો?

રહાણે- મને યાદ છે કે વિરાટ, ઇશાંત અને રવિન્દ્ર અમે બધા તે ટીમનો ભાગ હતા. પીયૂષ ચાવલા અમારા કેપ્ટન હતા. ન્યૂઝીલેન્ડ ટીમમાં વિલિયમસન, ટિમ સાઉદી, કોરી એન્ડરસન જેવા ખેલાડીઓ હતા. આ પ્રવાસમાં મારૂ પ્રદર્શન સારૂ હતું. મેં 3 સદીઓ ફટકારી હતી. 6 મેચમાં 560 રન કર્યા હતા.

દિપ દાસગુપ્તા- તમે પાકિસ્તાનમાં મોહમ્મદ નિસાર ટ્રોફી દ્વારા ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યુ હતું. તે કઇ રીતે ખાસ રહ્યું?

રહાણે- ડેબ્યૂ મેચમાં મુંબઇ માટે સદી લગાવવી ખરેખર એક સારો અનુભવ હતો અને તે પણ પાકિસ્તાનમાં. તે ક્ષણ હું ક્યારેય નહીં ભૂલી શકું. ત્યારે પહેલી વખત એવું થયું હતું કે ભારતની ઘરેલૂ ક્રિકેટની ચેમ્પિયન ટીમનો પાકિસ્તાનની ટીમ સામે મુકાબલો થયો હતો. અમે કરાચીમાં મેચ રમી રહ્યા હતા. ત્યાં રમવું ઘણું ખાસ રહ્યું હતું.

દિપ દાસગુપ્તા- સતત પાંચ રણજી સિઝનમાં તમે હજારથી વધુ રન બનાવ્યા છે. શું ક્યારેય લાગ્યું કે હવે ટીમ ઇન્ડિયામાં મોકો મળવો જોઇએ?

રહાણે- પહેલી સિઝનમાં શરૂઆતના 4-5 મેચ સારા ન ગયા. વાતો થવા લાગી કે ડ્રોપ કરવું જોઇએ. પ્રવીણ આમરે સર અમારા કોચ હતા. તેમણે કહ્યું કે, જો ટીમે પસંદ કર્યો છે, તો ખેલાડીને 6-7 મેચ રમવાનો અવસર આપવો જોઇએ. છેલ્લા 3 મેચમાં મેં સારા રન બનાવ્યા હતા. ત્યારે સાત લીગ મેચ થતા. પછી પાછળ ફરીને ક્યારેય નથી જોયું.

રહાણેએ ટીમ ઇન્ડિયામાં સિલેક્શનથી જોડાયેલ પોતાની અધિરતા અંગે એક કિસ્સો પણ જણાવ્યો અને સાથે એમ પણ જણાવ્યું કે, કઇ રીતે રાહુલ દ્રવિડે તેમની હિંમત વધારી હતી. તેમણે જણાવ્યું કે, અમે દિલીપ ટ્રોફીના ફાઇનલમાં સાઉથ ઝોનના ખેલાડીઓ રમી રહ્યા હતા. રાહુલ ભાઇ પણ હતા. ફાઇનલમાં મેં 169 રન બનાવ્યા. ત્યારે દ્રવિડે મેચ બાદ મને ફોન કર્યો હતો અને કહ્યું કે, મેં તમારા વિશે સાંભળ્યું છે. તમે ઘણી સિઝનથી હજાર રન બનાવી રહ્યા છો. મગજમાં આવી રહ્યું હશે કે ભારત માટે રમવાનો મોકો મળવો જોઇએ. માત્ર રમત પર ધ્યાન આપો. જલ્દી જ અવસર મળશે. પાછળ ન હટો. રાહુલ ભાઇની આ સલાહ કામ આવી અને બે વર્ષ બાદ મને ભારત માટે રમવાનો અવસર મળ્યો.
First published:

Tags: Ajinkya Rahane, Cricket academy, Deep Dasgupta, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

આગામી સમાચાર