Home /News /sport /IPL 2023 Qualifier 2: અમદાવાદમાં વરસાદે બગાડી બાજી! ગુજરાત vs મુંબઈની મેચમાં વિઘ્ન, કોણ રમશે ફાઇનલ?
IPL 2023 Qualifier 2: અમદાવાદમાં વરસાદે બગાડી બાજી! ગુજરાત vs મુંબઈની મેચમાં વિઘ્ન, કોણ રમશે ફાઇનલ?
ipl 2023 qualifier 2 rain stopped play mumbai indians vs gujarat titans who will fight final
GUJARAT TITANS VS MUMBAI INDIANS QUALIFIER 2: ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પ્રી ફાઇનલ એટલે કે ક્વોલિફાયર 2ની મેચમાં વરસાદનું વિઘ્ન આડુ આવતા મેચની મજા બગાડી હતી.
અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પ્રી ફાઇનલ એટલે કે ક્વોલિફાયર 2ની મેચમાં વરસાદનું વિઘ્ન આડુ આવતા મેચની મજા બગાડી હતી.
આ સિઝનમાં વરસાદે કેટલીક મેચોમાં રમત બગાડી હતી, જેમાં લખનૌ અને ચેન્નાઈ વચ્ચેની મેચ પણ સામેલ હતી. લીગ મેચોમાં, 1-1 પોઈન્ટ ટીમોને વહેંચવામાં આવ્યા હતા જ્યારે વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી.
ફેન્સના આશ્ચર્ય વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો ગુજરાત અથવા મુંબઈ બંનેમાંથી કોઈ એકને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થવાની સંભાવના હોય તો આ સિઝનમાં બંને ટીમોના પોઈન્ટ અને રન રેટને ધ્યાનમાં લઈને બીજા ફાઈનલિસ્ટનો નિર્ણય કરવામાં આવશે.
આજે અમદાવાદમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, થલતેજ અને ચાંદખેડામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી 3 કલાક સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
હજુ ફાયનલ પર પણ ખતરો
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહી કરીને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષોભ)ના કારણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 28-29 મેએ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જો આ મેચમાં વરસાદ થશે તો મુંબઈની આશાઓ પર પાણી ફરી વળશે. જેનું કારણ લીગ મેચોમાં ટીમનું પ્રદર્શન હશે, જે ગુજરાતની સરખામણીમાં ઘણી પાછળ છે. ગુજરાતની ટીમે 14માંથી 10 મેચ જીતી હતી અને 20 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો.
પોઈન્ટ ટેબલમાં ટોપર ટીમ ગુજરાત ટાઈટન્સનો રન રેટ 0.809 હતો. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો આ ટીમે 14 મેચમાં 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી અને રન રેટ માઈનસમાં રહ્યો હતો. જો વરસાદને કારણે ક્વોલિફાયર-2 રદ થાય છે, તો આંકડાઓ પર નજર કરીએ તો, હાર્દિક પંડ્યા એન્ડ કંપની રમ્યા વિના ફાઈનલની ટિકિટ કાપી શકે છે.