આફ્રિદીએ ક્રિકેટને કહ્યું અલવિદા, લોર્ડ્સ પર મળ્યો ઐતિહાસિક સન્માન

 • Share this:
  પાકિસ્તાનનો સૌથી ફેમસ બેટ્સમેન શાહિદ આફ્રિદીએ વેસ્ટ ઈન્ડિઝ અને વર્લ્ડ ઈલેવન વચ્ચે લોર્ડ્સમાં રમાયેલ મેચ બાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. આફ્રિદીએ તેમના અંતિમ આંતરાષ્ટ્રીય મેચોમાં 'Gord Off Honor'થી સન્માનિત કરવામાં આવ્યો હતો.

  સ્પેશ્યલ Gord Off Honor વિશે વાત કરતાં આફ્રિદીએ કહ્યું, 'હું આ શ્રણને ક્યારેય ભૂલીશ નહી. ગોર્ડ ઓફ ઓનર મળવું અને તે પણ ક્રિકેટના મક્કા લોર્ડ્સનમા મેદાન પર... આ મોટી વાત છે.' આફ્રિદીએ કહ્યું કે, આજની ચેરિટી મેચ એક ખાસ કારણના કારણે રમવામાં આવી, આનો ભાગ બન્યો તે મારા માટે ખુબ જ સ્પેશ્યલ રહ્યું. તે બધા જ લોકોનો આભાર જેઓ આવ્યા અને અમને સ્પોર્ટ કર્યો.  આફ્રિદી વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વર્લ્ડ ઈલેવન ટીમની કેપ્ટનસી કરી રહ્યો હતો. આ ચેરિટી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વર્લ્ડ ઈલેવનને 72 રને માત આપી. ઈજાગ્રસ્ત હોવા છતાં મેદાનમાં ઉતરેલ આફ્રિદી 11 રન બનાવીને કેચ આઉટ થઈ ગયો હતો. સેમ્યુઅલ બદ્રીની શાનદાર બોલિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 72 રને જીત મેળવી હતી.

  પાકિસ્તાન માટે 27 ટેસ્ટ, 398 વનડે અને 99 ટી-20 મેચ રમી ચૂકેલ આફ્રિદીએ ઈર્મા અને મારિયામાં હેરીકેન પીડિતો માટે 20,000 ડોલરનું દાન પણ આપ્યું. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,196 રન અને 541 વિકેટ મેળવી ચૂકેલ આફ્રિદીના ફેન્સ તેને ટી-20 લીગમાં રમતા જોઈ શકશે.

  Published by:Mujahid Tunvar
  First published: