Home /News /sport /IND vs NZ: ટીમ ઇન્ડિયાને મળી ગયો નવો હિટમેન... 2 મેચની બેટિંગ જોઇ દિગ્ગજ ખેલાડીઓએ કર્યા વખાણ
IND vs NZ: ટીમ ઇન્ડિયાને મળી ગયો નવો હિટમેન... 2 મેચની બેટિંગ જોઇ દિગ્ગજ ખેલાડીઓએ કર્યા વખાણ
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ અને બીજી વનડેમાં શાનદાર બેટિંગ કરી હતી. (તસવીર- શુભમન ગિલ ઇન્સ્ટાગ્રામ)
ગિલની બેટિંગ જોયા બાદ ભૂતપૂર્વ બોલરે કહ્યું, 'તે નજરઅંદાજ નથી થયો અને આપણને જણાવે છે કે તે વન-ડેમાં કેટલો સારો સાબિત થઇ શકે છે. તે ખૂબ જ પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે.
નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી વન-ડે સિરીઝ શરૂ થઇ ચૂકી છે. ન્યુઝીલેન્ડ પ્રવાસ પર યુવા ખેલાડીઓને અજમાવવામાં આવી રહ્યા છે. તેમાંથી એક નામ ટીમના ઓપનર શુભમન ગિલનું પણ છે. જેણે કિવી ટીમ સામે રમાયેલી માત્ર બે મેચમાં જ કેટલાક દિગ્ગજોના દિલ જીતી લીધા છે. ગીલની બેટિંગ જોયા બાદ ભારતના પૂર્વ કેપ્ટન રવિ શાસ્ત્રી, પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અને અજીત અગરકર તેના પ્રશંસક બની ગયા છે.
ખરેખરમાં રવિવારે ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની સિરીઝની બીજી વન-ડે વરસાદમાં ધોવાઇ ગઇ હતી. પરંતુ મેચ રદ થતા પહેલા શુભમન ગિલ શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેનું પ્રદર્શન જોઈને લાગતું હતું કે તે મોટી ઈનિંગ રમી શકે છે. મેચ રદ્દ થઈ ત્યાં સુધીમાં ગીલે 42 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. ત્યાં જ ગિલે પ્રથમ મેચમાં પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. ગિલના આ પ્રદર્શનને જોયા બાદ રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમમાં તેના કરિયરની આગાહી કરી હતી, જ્યારે આશિષ નેહરાએ તેને પ્રતિભાશાળી ખેલાડી ગણાવ્યો હતો. ત્યાં જ હવે ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરે પણ ગિલને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગિલ ખૂબ જ પ્રભાવશાળી લાગી રહ્યો છે - અજીત અગરકર
ગિલની બેટિંગ જોયા બાદ ભૂતપૂર્વ બોલરે કહ્યું, 'તે નજરઅંદાજ નથી થયો અને આપણને જણાવે છે કે તે વન-ડેમાં કેટલો સારો સાબિત થઇ શકે છે. તે ખૂબ જ પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે. મારા મતે ન્યુઝીલેન્ડ સામેની આ બે મેચમાં તે ટીમ ઈન્ડિયાનો સૌથી પ્રભાવશાળી ખેલાડી રહ્યો છે.
ગીલ વિશે રવિ શાસ્ત્રીએ કહ્યું, 'ગીલનું ધ્યાન ટાઈમિંગ પર હતું. કેટલીકવાર જ્યારે તમે તમારી ઊંડાઈથી બહાર હોવ ત્યારે તમે બોલને સખત મારવાનો પ્રયાસ કરીને તમારા ફોર્મને ચાલુ રાખવાનો પ્રયાસ કરો છો. તે સારા ફૂટવર્ક સાથે સારા નિયંત્રણમાં દેખાતો હતો. તેને આટલી શાહી શૈલીમાં રમતા જોઈને ખૂબ આનંદ થાય છે તે ગુણવત્તાયુક્ત ખેલાડી છે અને લાંબા સમય સુધી ભારત માટે રમશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર