Home /News /sport /ઉમરાન પછી જમ્મુ-કાશ્મીરનો વધુ એક બોલર મચાવી રહ્યો છે કહેર, જૂઓ વીડિયો

ઉમરાન પછી જમ્મુ-કાશ્મીરનો વધુ એક બોલર મચાવી રહ્યો છે કહેર, જૂઓ વીડિયો

જમ્મુ કાશ્મીરનો ફાસ્ટ બોલર ઔકીબ નબી

જમ્મુ-કાશ્મીરનો ઔકીબ નબી તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર માટે વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા.ઔકીબ નબીની બોલિંગની ખાસિયત એ છે કે તેની ઝડપ સિવાય તે સ્વિંગ બોલિંગમાં પણ મહારથ છે

    IPL 2023 Auction: જમ્મુ અને કાશ્મીરના ઉમરાન મલિકે તેના ફાસ્ટ બોલથી વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું અને આ સમયે તે ભારતના સૌથી ફાસ્ટ બોલરોમાંથી એક બની ગયો છે. IPLમાં તેની શાનદાર બોલિંગના કારણે ઉમરાને ભારત માટે ટી20માં ડેબ્યૂ કરવાની તક મળી. ભલે ઉમરાનને T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી ન હતી, પરંતુ હવે તે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો છે.

    ઉમરાનને ભારતની T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર ઉમરાનની બોલિંગે વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે અને તેને ભારતીય ક્રિકેટનો ભાવિ સ્ટાર કહેવામાં આવી રહ્યો છે. ઉમરાન બાદ હવે જમ્મુ-કાશ્મીરના વધુ એક બોલરે પોતાની બોલિંગથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરના તે ઉભરતા બોલરનું નામ છે ઔકીબ નબી, નબી તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર માટે વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા.








    View this post on Instagram






    A post shared by Auqib Nabi (@auqib_nabi)






    ઔકીબ નબીની બોલિંગની ખાસિયત એ છે કે તેની ઝડપ સિવાય તે સ્વિંગ બોલિંગમાં પણ મહારથ છે. તેણે તેના સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તે પોતાની બોલિંગનો ઝલવો બતાવતો જોવા મળી રહ્યો છે. તેની બોલિંગમાં પણ સ્વિંગ જોવા મળે છે. તેની બોલિંગ જોઈને ક્રિકેટ ચાહકો આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓને અપીલ કરી રહ્યા છે કે જે રીતે તમે ઉમરાનને ઈન્ડિયન ક્રિકેટ લીગમાં રમવાની તક આપી છે તેવી જ રીતે ઔકિબ નબીને પણ આઈપીએલમાં રમવાની તક આપવામા આવે. હવે ચાહકો દ્વારા કરવામાં આવેલી આ અપીલ ફ્રેન્ચાઇઝી કેમ્પમાં જાય છે કે નહીં, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે, પરંતુ ઔકિબ નબીની બોલિંગ જોઈને એવું માનવામાં આવે છે કે જો તેને ભારતીય ક્રિકેટમાં તક મળશે તો તે પોતાની બોલિંગથી પ્રભુત્વ જમાવી શકશે.

    ઔકીબ નબી જમ્મુ-કાશ્મીર માટે રમે છે

    ઔકિબ નબી અત્યાર સુધી 10 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 28 વિકેટ મેળવી છે, આ સિવાય લિસ્ટ Aમાં તેની 19 વિકેટ છે. આ સાથે નબીએ T20માં 17 મેચ રમીને 20 વિકેટ ઝડપી છે. ઔકિબ નબીની ખાસ વાત એ છે કે તે એક ઓલરાઉન્ડર છે. ફર્સ્ટ ક્લાસમાં તેના 313 રન ફટકાર્યા છે, જ્યારે ટી20માં તેના 67 રન છે.

    સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હેટ્રિક લેનાર જમ્મુ અને કાશ્મીરનો પ્રથમ બોલર

    તમને જણાવી દઈએ કે આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઓકિબે હેટ્રિક વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં જમ્મુ અને કાશ્મીર તરફથી હેટ્રિક વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સર્વિસીસ સામેની મેચમાં તેની બોલિંગે બેટ્સમેનો સામે તબાહી મચાવી દીધી હતી
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन