મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે બીજીવાર લગ્ન કર્યા છે. ઉદયપુરમાં 14 ફેબ્રુઆરીએ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 13 મે, 2020ના દિવસે આ કપલે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ તે સમયે કોવિડને કારણે કોઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી નહોતી. તેને કારણે હાર્દિક-નતાશાએ ફરીથી લગ્ન કરીને તેમની અધૂરી ઉજવણી પૂર્ણ કરી હતી.
લગ્ન પછી આ સુંદર કપલે જોરદાર ડાન્સ કર્યો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને હાર્દિક-નતાશાની આ સ્ટાઇલ પસંદ આવી રહી છે. લગ્નની કેટલીક તસવીરો હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. જમણેરી ઓલરાઉન્ડરે તેના લગ્ન માટે કાળો સૂટ પહેર્યો હતો. જ્યારે નતાશા સફેદ ગાઉનમાં સજ્જ હતી. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગે છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને નતાશાને એક બાળક પણ છે જેનો જન્મ 2020માં થયો હતો. તેમના પુત્ર અગસ્ત્યએ લગ્નમાં બેબી-ફિટ ટક્સીડો સૂટ પહેર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તે નતાશાને પહેલીવાર નાઈટ ક્લબમાં મળ્યો હતો. ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ નતાશાને પંડ્યા ક્રિકેટર હોવાની કોઈ જાણ નહોતી. આ મુલાકાત પછી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ અને અંતે પ્રેમમાં પરિણમી. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા પછી પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના રોજ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ક્રૂઝ પર એક ઘૂંટણિયે બેસીને નતાશાને રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંનેએ સગાઈ કરી અને પછી એ જ વર્ષે મે મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર