T20 World Cup બાદ કેપ્ટન કોહલી જ નહિં ટીમ ઈન્ડિયાના મોટા ભાગના ખેલાડી બદલાશે

વિરાટ કોહલી (Virat Kohli) વર્લ્ડ કપ બાદ ટી 20ની કમાન પણ છોડી દેશે.

India vs New Zealand Series:ટીમ ઇન્ડિયાએ ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામે ટી 20 અને ટેસ્ટ શ્રેણી રમવાની છે. પરંતુ ટીમના ઘણા ખેલાડીઓ છેલ્લા 4 મહિનાથી બાયો બબલમાં છે. આવી સ્થિતિમાં તેને ટી 20 વર્લ્ડ કપ બાદ આરામ આપી શકાય છે. વિરાટ કોહલી (Virat Kohli) વર્લ્ડ કપ બાદ ટી 20ની કમાન પણ છોડી દેશે.

  • Share this:
    નવી દિલ્હી: ટી 20 વર્લ્ડકપના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ટીમ ઈન્ડિયા(Team India)એ ન્યૂઝીલેન્ડ સામે ટી 20 શ્રેણી રમવાની છે. શ્રેણી દરમિયાન (India vs New Zealand) ટીમના વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપી શકાય છે. વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી (Virat Kohli) ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે. યુવા ટીમ ટી 20 શ્રેણીમાં પ્રવેશ કરી શકે છે. ટીમમાં આઈપીએલ 2021 (IPL 2021) માં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સામેલ કરી શકાય છે. ભારતે અનુક્રમે 17, 19 અને 21 નવેમ્બરે જયપુર, રાંચી અને કોલકાતામાં 3 ટી 20 મેચ રમવાની છે. આ પછી, કાનપુર (25 નવેમ્બરથી) અને મુંબઈમાં (3 ડિસેમ્બરથી) બે ટેસ્ટ મેચ રમાશે.

    કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જેવા ટોચના ભારતીય ખેલાડીઓ જૂનમાં સાઉધમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆતથી બાયો-બબલમાં છે. આ ઘટનાક્રમોથી વાકેફ પસંદગી સમિતિના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "મોટાભાગના ભારતીય ખેલાડીઓ છેલ્લા 4 મહિનામાં સતત બાયો-બબલમાં હતા. માટે શક્યતા છે કે, ટી 20 વર્લ્ડ કપ પછી, એટલે કે, ડિસેમ્બરના અંતમાં શરૂ થનારી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા તે વિરામ લે અને ફ્રેશ થાય.

    કોહલી, બુમરાહ અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવશે તે પહેલાથી જ નક્કી છે. રોહિત શર્મા પણ ઈંગ્લેન્ડ સામેની સીરીઝથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. તેને આરામની પણ જરૂર પડશે, પરંતુ વિરાટ કોહલીએ ટી 20 કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ વર્કલોડ મેનેજમેન્ટ આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું રહ્યું. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, અવેશ ખાન અને વેંકટેશ અય્યરને ટૂંકા પ્રવાસ માટે ટીમમાં સામેસ કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો: IPL Final: એક જ ટીમમાંથી રમાનાર ઋતુરાજ અને રાહુલ બન્યા દુશ્મન! ફાઈનલમાં થશે જોરદાર ટક્કર

    રાહુલ દ્રવિડ હશે વચગાળાનો કોચ

    એવી ઘણી અટકળો છે કે, રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ શ્રેણી દરમિયાન વચગાળાના કોચ હશે. ટી 20 વર્લ્ડ કપ સાથે કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. જો કે, એનસીએના વડા રાહુલ દ્રવિડે પણ આગામી વર્ષના અંડર -19 વર્લ્ડ કપ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી પડશે. બીસીસીઆઈને વિશ્વાસ છે કે, તેઓ સમયસર નવા કોચની નિમણૂક કરશે. તે પહેલાં, તેમણે મદન લાલને ક્રિકેટ સલાહકાર સમિતિમાંથી દૂર કરવા પડશે, કારણ કે, તેમની ઉંમર 70થી વધુ છે અને લોઢા સમિતિની ભલામણો અનુસાર વય પ્રતિબંધો ફરજિયાત છે.
    Published by:kuldipsinh barot
    First published: