PMને ફિટનેસની ચેલેન્જ આપ્યા બાદ વિરાટની ફિટનેસમાં પડ્યા ગાબડા

  • Share this:
    સ્પોર્ટ્સ મીનિસ્ટર રાજ્યવર્ધનસિંહ રાઠોડે ફિટ રહેવા માટે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. આ ફિટનેસ ચેલેન્જરને વિરાટ કોહલીએ ભારતીય યુવા લોકોને ફિટનેસને લઈને જાગૃત કરવા માટે રાઠોડની તે ફિટનેસ ચેલેન્જને સ્વીકારી હતી. વિરાટ કોહલીએ આ ચેલેન્જ સ્વીકાર કરીને તેને ફોરવર્ડ કરતાં એમએસ ધોની અને અનુષ્કા શર્માને અને નરેન્દ્ર મોદીને યુવાઓને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવા માટે ચેલેન્જ આપી હતી.

    જોકે, વિરાટ કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટનેસ ચેલેન્જ આપ્યા બાદ તેની ફિટનેસમાં એક મોટો ગાબડો પડી ગયો છે. હાલમાં વિરાટ કોહલીની ગર્દનમાં અચાનક જ દુખાવો થતાં તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પણ ગુમાવી પડી છે. આમ મોદીને ફિટનેસ ચેલેન્જ આપ્યા બાદ વિરાટ પોતે વામણ બની ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોહલીની ઈજા ગંભીર હોઈ શકે છે, જોકે મેડિકલ એક્સપર્ટ તે વાતની તપાસ કરશે કે, આની કોહલીની શરીર પર કેટલી અસર થઈ છે.



    આમ બીજેપી મંત્રી તરફથી ચેલેન્જ મળ્યા બાદ અને મોદીને ફિટનેસ ચેલેન્જ આપ્યા બાદ હાલમાં વિરાટ કોહલીને પોતાને ડોક્ટર્સની જરૂરત પડી ગઈ છે. તેવામાં સહેવાગે એક ટીવી ઈન્ટરવ્યુંમા જણાવ્યું કે, ગર્દનની ઈજાને ઠિક કરી શકાય છે પરંતુ હવે વિરાટ કોહલીને પોતાના શરીરના દેખભાળની જરૂરત છે. કેમ કે, હવે તે યુવા નથી રહ્યો તેની ઉંમર 29-30 વર્ષ થઈ ગઈ છે.



    સ્પોર્ટસ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફિટનેસ ચેલેન્જ કરતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમને ભારતીયોને ફિટ રહેવાની સલાહ આપી હતી અને વિરાટ કોહલી ઉપરાંત ઋત્વિક રોશનને ફિટનેસ ચેલેન્જ આપી હતી. આ વીડિયોમાં તેમને નરેન્દ્ર મોદીના કામના પેટભરીને વખાણ કરતાં તેમની જેમ સ્ફૂર્તિ લાવવા માટે ફિટ રહેવાની સલાહ આપી હતી.

    તમને જણાવી દઈએ કે, બીજેપી દ્વારા હમ ફિટ તો ઈન્ડિયા ફિટ હેસટેગ સાથે લોકોમાં હેલ્થને લઈમાં જાગૃત્તા ફેલાવવા માટે આ રીતની ફિટનેસ ચેલેન્જ આપવાની એક પરંપરા બનાવી છે, જેમાં ચેન બનાવવામાં આવે છે. બીજેપી નેતા કે, કોઇ મંત્રી કોઈ ફેમસ સેલિબ્રિટીને ફિટનેસ ચેલેન્જ આપે છે અને તે સેલિબ્રિટી તેને સ્વીકારીને આગળ બીજા ચાર લોકોને આપે છે. આમ આ ચેન આગળને આગળ ચાલ્યા કરે છે.
    Published by:Mujahid Tunvar
    First published: