Home /News /sport /ટી-20 વર્લ્ડકપમાં હારનો પડઘો: BCCI સામે રોહિત-રાહુલ-કોહલી થશે હાજર, ખેલાડીઓના ભાવિ અંગે થશે નિર્ણય

ટી-20 વર્લ્ડકપમાં હારનો પડઘો: BCCI સામે રોહિત-રાહુલ-કોહલી થશે હાજર, ખેલાડીઓના ભાવિ અંગે થશે નિર્ણય

ટી-20 વર્લ્ડકપમાંથી ટીમ ઈન્ડિયાની શરમજનક વિદાય બાદથી ટી-20 ટીમમાં મોટા ફેરફારોની ચર્ચાએ જોર પકડ્યું છે.

T20 World cup 2022: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ બીસીસીઆઇના ટોચના અધિકારીઓ વરિષ્ઠ ખેલાડીઓ સાથે વાત કરશે અને ભવિષ્યની રણનીતિ અંગે તેમનું વલણ જાણશે.

  ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે શરમજનક પરાજયએ ભારતીય ક્રિકેટને હચમચાવી નાખ્યું છે. આ હારથી ભારતીય ક્રિકેટ ફેન્સ ખરાબ રીતે ભાંગી પડ્યા છે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI પણ આ હારથી નિરાશ થશે અને આ હારની સમીક્ષા કર્યા બાદ આકરા નિર્ણયો લેવામાં આવી શકે છે. આગામી ટી-20 વર્લ્ડકપ 2 વર્ષ પછી એટલે કે 2024માં છે. તે ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ ન થાય. માટે અત્યારથી જ મોટા ફેરબદલો કરવા પડશે અને નવી ટીમ તૈયાર કરવી પડશે. આ માટે BCCI ટીમના સિનિયર ખેલાડીઓ સાથે વાત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયાના સ્વદેશ પરત ફર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે વાત કરશે અને ભવિષ્યની ટીમ ઈન્ડિયા વિશે તેમનો અભિપ્રાય જાણશે.

  ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ બીસીસીઆઇના ટોચના અધિકારીઓ વરિષ્ઠ ખેલાડીઓ સાથે વાત કરશે અને ભવિષ્યની રણનીતિ અંગે તેમનું વલણ જાણશે. બોર્ડના સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમના કોચ દ્રવિડ, રોહિત અને કોહલી સાથે ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની ભવિષ્યની યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરશે.

  રોહિત અને કોચ દ્રવિડ સાથે બીસીસીઆઇ વાત કરશે

  બોર્ડના એક અધિકારીએ કહ્યું કે બીસીસીઆઈ આગળનું પગલું ભરતા પહેલા કોચ દ્રવિડ અને બંને ખેલાડીઓની વાત સાંભળશે. અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, "અમે એક બેઠક બોલાવીશું અને ટી-20 ટીમ માટેના રોડમેપ પર ચર્ચા કરીશું. અમે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતા નથી. પહેલા ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓને તેમની વાત મૂકવા દઇશું. બોર્ડ પછીથી નક્કી કરશે કે આ અંગે તેની આગળની કાર્યવાહી શું હશે?

  મોટી ઉંમરના ખેલાડીઓના ભાવિ અંગે નિર્ણય થશે?

  ટી-20 વર્લ્ડકપમાંથી ટીમ ઈન્ડિયાની શરમજનક વિદાય બાદથી ટી-20 ટીમમાં મોટા ફેરફારોની ચર્ચાએ જોર પકડ્યું છે. ટીમ સાથે ટી-20 રમવાની ટીમની વિચારસરણીમાં પણ બદલાવ લાવવાની વાત છે. આ ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની સરેરાશ ઉંમર 30.6 વર્ષ હતી, જે તેમને ટૂર્નામેન્ટની સૌથી જૂની ટીમોમાંની એક બનાવે છે. વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક 37 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સૌથી મોટી ઉંમરના ખેલાડી હતા, જ્યારે રોહિત શર્મા (35), વિરાટ કોહલી (33), આર અશ્વિન (36), સૂર્યકુમાર યાદવ (32) અને ભુવનેશ્વર કુમાર (32) તમામ 30 વર્ષની ઉપરના હતા. આગામી ટી-20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાશે ત્યાં સુધીમાં આમાંથી કેટલાક ખેલાડીઓ ભાગ્યે જ ભારતીય ટીમનો ભાગ બની શકે છે અને તેથી તે ટીમ મેનેજમેન્ટ તેમજ પસંદગીકારો માટે એક પડકાર બની રહેશે.

  આ પણ વાંચો: VIDEO: વલસાડમાં ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના ઉમેદવારે ભાજપ ઉમેદવારના પગે પડી આશીર્વાદ લીધા

  આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડમાં ત્રણ મેચની ટી-20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યાને સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતના આગામી કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. ગુરુવારે મેચ પછી દ્રવિડને પૂછવામાં આવ્યું કે શું મોટી ઉંમરના ખેલાડીઓ આગામી ટી-20 વર્લ્ડકપની યોજનાનો ભાગ હશે? આ અંગે દ્રવિડે કહ્યું હતું કે, અત્યારે આ અંગે વાત કરવી બહુ ઉતાવળ છે. આ લોકો અમારા માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. આના પર વિચાર કરવા માટે અમારી પાસે થોડા વર્ષો છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Cricket t20 world cup, T20 World Cup 2022, T20 World cup Match, T20 World Cup news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन