ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરુ થવામાં થોડાક દિવસોની વાર છે. આવા સમયે ન્યૂઝીલેન્ડ ટીમના સ્ટાર બેટ્સમેન રોસ ટેલરે ચાર વર્ષ પછી યોજાનાર વર્લ્ડ કપમાં ફરીથી રમવાની આશાથી ઇન્કાર કર્યો નથી. તેણે કહ્યું હતું કે ક્રિકેટની રમતમાં ખેલાડીઓ માટે સૌથી મોટી બાબત ફિટનેસ હોય છે. આવા સમયે જો તે ફિટ રહે તો ભારતમાં યોજાનાર 2023નો વર્લ્ડ કપ પણ રમી શકે છે.
ગેઈલથી થયો પ્રેરિત એવું માનવામાં આવે છે કે ટેલરનો આ અંતિમ વર્લ્ડ કપ બની શકે છે. જોકે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર ક્રિસ ગેઈલથી પ્રેરિત આ ખેલાડીએ કહ્યું છે કે જો તેનું શરીર તેને મંજૂરી આપશે તો તે હજુ એક વર્લ્ડ કપમાં રમી શકે છે. તે ગેઈલથી ઘણો પ્રભાવિત છે, જેના માટે ઉંમર તો ફક્ત એક નંબર છે અને તે હજુ પણ જોરદાર સિક્સર ફટકારીને ઘણા રન બનાવે છે.
39ની ઉંમરમાં રમી રહ્યો છે ગેઈલ ટેલર પોતાનો ચોથો વર્લ્ડ કપ રમશે. તેણે આઈસીસી વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું હતું કે હું 35 વર્ષનો છું પણ તમે નહીં જાણતા હોય તે આગળ શું થશે. ક્રિસ ગેઈલ કદાચ પ્રેરણા બની શકે છે. તે આ વર્લ્ડ કપમાં 39 વર્ષનો છે અને આગામી વર્લ્ડ કપમાં હું પણ 39 વર્ષનો થઈ જઈશ. જેથી આગામી વર્લ્ડ કપ રમવો મુશ્કેલ નથી.
ટીમ ઇન્ડિયા પાસે એવા ખેલાડી છે જે 35 વર્ષનો આંકડો પાર કરી ચૂક્યા છે. વર્લ્ડ કપમાં ટીમની સૌથી મજબૂત કડી ધોની 37 વર્ષનો છે પણ તેની ફિટનેસ ઘણા યુવા ખેલાડીઓ કરતા શાનદાર છે. આવા સમયે ધોનીના પ્રશંસકો પણ આશા કરી રહ્યા છે કે જો તે ફિટ રહે તો 2023ના વર્લ્ડ કપમાં રમી શકે છે.
સચિન 40 વર્ષની ઉંમર સુધી રમ્યો ક્રિકેટ ક્રિકેટની દુનિયાના ભગવાન સચિન તેંડુલકર 40 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા હતા. જોકે 2023ના વર્લ્ડ કપ સુધી ધોની 41 વર્ષનો થઈ જશે. ધોનીએ આઈપીએલમાં ઘણી વખત સાબિત કર્યું છે કે ઉંમર અને રમત બંને વચ્ચે સંતુલન હોય તો કોઇ પણ ખેલાડી કમાલ કરી શકે છે. આવા સમયે જો ધોનીની ફિટનેસે સાથ આપ્યો તો ભારતમાં યોજાનાર 2023ના વર્લ્ડ કપમાં પણ તે ટીમનો સભ્ય બની બની શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર