Home /News /sport /T20 વિશ્વ કપમાંથી ભારતની શરમજનક વિદાય પછી આ 3 ખેલાડીઓની કારકિર્દી ખત્મ જ ગણો!

T20 વિશ્વ કપમાંથી ભારતની શરમજનક વિદાય પછી આ 3 ખેલાડીઓની કારકિર્દી ખત્મ જ ગણો!

ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ટીમ ઇન્ડિયાના કારમી હાર થઇ હતી

T20 World Cup 2022: હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના હાથે રોહિતની ટીમને 10 વિકેટે મળેલી શરમજનક હાર બાદ હવે ટીમના પ્રદર્શનનું પોસ્ટમોર્ટમ પણ શરૂ થઈ ગયું છે. ચાહકોના ગુસ્સા વચ્ચે ભૂતપૂર્વ દિગ્ગજોએ વધુ મોઢુ ખોલ્યું નથી, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ નિવેદનો પણ આવવા લાગશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના હાથે રોહિતની ટીમને 10 વિકેટે મળેલી શરમજનક હાર બાદ હવે ટીમના પ્રદર્શનનું પોસ્ટમોર્ટમ પણ શરૂ થઈ ગયું છે. ચાહકોના ગુસ્સા વચ્ચે ભૂતપૂર્વ દિગ્ગજોએ વધુ મોઢુ ખોલ્યું નથી, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ નિવેદનો પણ આવવા લાગશે. તેમાં કોઈ શંકા નથી કે કેટલાક ખેલાડીઓની T20 કારકિર્દી પર લગભગ પડદો પડી ગયો છે. એવું લાગે છે કે તેણે ભારત માટે તેની છેલ્લી T20 મેચ રમી છે. આવો તમને જણાવીએ કે આ ખેલાડીઓ કોણ છે.

    1. આર. અશ્વિન

    જ્યારે રવિચંદ્રન અશ્વિનની ભારતીય વર્લ્ડ કપ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, ત્યારે ઘણા લોકોને આ પસંદ આવ્યું ન હતું કારણ કે દીપક ચહર અને ઉમરાન મલિક જેવા ખેલાડીઓની ઓસ્ટ્રેલિયાની પીચોને ધ્યાનમાં રાખીને અવગણના કરવામાં આવી હતી. પરંતુ અશ્વિન પર મૂકવામાં આવેલી આશાઓ વચ્ચે તે વર્લ્ડ કપમાં ભીના ફટાકડાની જેમ ફૂસ્સ થઇ ગયો હતો. આ ઓફ-સ્પિનરે રમેલી 6 મેચમાં માત્ર છ વિકેટ જ લઇ શક્યો હતો. આ દરમિયાન અશ્વિનનો ઈકોનોમી રન-રેટ 8.15 હતો. હવે તે સ્પષ્ટ છે કે 37માં વર્ષિય અશ્વિન ભાગ્યે જ સફેદ બોલના ફોર્મેટમાં રમતા જોવા મળશે.

    2. દિનેશ કાર્તિક

    આ વર્ષે IPLમાં દિનેશ કાર્તિકના પ્રદર્શનથી પ્રભાવિત થઈને મેનેજમેન્ટે તેને ફિનિશરની ભૂમિકા સોંપી હતી. રમાયેલી મેચોમાં ટાર્ગેટનો પીછો કરતા કાર્તિક પોતાનું કૌશલ્ય બતાવી શકે તેવા ઘણા ઓછા મોકા તેને હાથ લાગ્યા છે. પરંતુ જ્યારે પણ આવી તક વર્લ્ડકપ દરમિયાન આવી તે તેનો ઝડપી શક્યો નહતો.  ચાર મેચમાં કાર્તિકની સરેરાશ અવરેજ માત્ર 4.66 રહી છે.  એવું કહી શકાય કે હવે કાર્તિકની જગ્યાએ બીસીસીઆઈ યુવાઓ પાછળ વધુ રોકાણ કરવા પર ધ્યાન આપી શકે છે.

    3. ભુવનેશ્વર કુમાર

    જ્યારે T20 વર્લ્ડ કપ પહેલા પસંદગીકારોએ દીપક ચહર કરતાં ભુવીને પસંદ કર્યો, તે સમયે પણ આ પેસરે ચાહકોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. વર્લ્ડ કપમાં ભુવીએ 18.4 ઓવરમાં માત્ર ચાર જ વિકેટ લઈ શક્યો છે. તેનો ઇકોનોમી રન રેટ (6.16) ચોક્કસપણે બીજા ભારતીય બોલરો કરતાં શ્રેષ્ઠ છે, પરંતુ નાના ફોર્મેટમાં વિકેટ પણ તેટલી જ જરૂરી છે. તેથી હવે તે સ્પષ્ટ છે કે હવે ટીમને 140 કિ.મીની ઝડપે બોલિંગ કરતા યુવા બોલરો તરફ જવું રહ્યું, તેવામાં ટીમ ઇન્ડિયાને હવે ઉમરાન મલિક જેવા 150 કિમી સુધી ફાસ્ટ બોલ નાંખતા ખતરનાક  બોલરોની જરૂરત છે, જેથી આગામી ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાને નામોશીભરી હારથી બચાવી શકે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन