ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ કોહલીએ કયો નાગિન ડાન્સ: જુઓ Video

News18 Gujarati
Updated: January 8, 2019, 12:52 PM IST
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ કોહલીએ કયો નાગિન ડાન્સ: જુઓ Video
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ કર્યો ડાન્સ.

બીસીસીઆઈએ ભારતીય ટીમની ઉજવણીનો એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પર જીત મેળવી ઈતિહાસ રચી દીધો. ભારતે પહેલીવાર ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સીરીઝમાં હારનો સ્વાદ ચખાડ્યો. આ ઐતિહાસિક જીતનો દરેક ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયામાં જીત બાદ જ્યારે વિરાટ કોહલી હોટલ પહોંચ્યો તો ભારતીય આર્મીના સભ્યોએ કંઈક એવું કર્યું જેને જોઈ સમગ્ર ટીમ પોતાની જાતને રોકી ન શકી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હોટલમાં જ્યાં નાગિન ડાન્સ કર્યો તો ઈશાંત શર્મા અને રવિ શાસ્ત્રીએ 'દેશ કી ધરતી પર સોના ઉગલે' ગીત પર જોરદાર ડાન્સ કર્યો.

બીસીસીઆઈએ ભારતીય ટીમની ઉજવણીનો એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય ટીમ યે મેરા દિલ પ્યાર કા દીવાના ગીત પર ડાન્સ કરી રહી છે. ગીત પણ ભારતીય ટીમના સભ્યો અને ભારતીય આર્મીના સભ્યો જ ગાઈ રહ્યા છે. ગીતની વચ્ચે વિરાટ કોહલી નાગિન ડાન્સ કરતાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મેરે દેશ કી ધરતી સોના ઉગલે ગીત પર આખી ટીમ નાચતી જોવા મળી રહી છે.
 ભારતીય ટીમની ઉજવણી દરમિયાન ભારતીય ટીમના સૌથી મોટા ફેન સુધીરકુમાર ચૌધરી ભારતીય ધ્વજ ફરકાવતા જોવા મળી રહ્યા છે.

હાર્દિક પંડ્યોનો ડાન્સ જોયો તમે?
ભારતીય ટીમ જેવી હોટલ પહોંચે છે તે જ સમયે ટીમના અન્ય સાથી ધોલ-નગારા સાથે સમગ્ર ટીમનું સ્વાગત કરે છે. ઉજવણી દરમિયાન સૌથી પહેલા હાર્દિક પંડ્યા રૂમમાં ડાન્સ કરતાં જોવા મળ્યો. આ સમગ્ર માહોલને કોહલી પોતાના ફોનમાં રેકોર્ડ કરતો જોવા મળ્યો.

આ પણ વાંચો, ગુજરાતના નામે થશે વર્લ્ડ રેકોર્ડ, અમદાવાદમાં વર્લ્ડનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ
First published: January 8, 2019, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading