શમીને ક્લિન ચીટ બાદ BCCIના અધ્યક્ષે કહ્યું, 'મને શમી પર વિશ્વાસ હતો કે...'

News18 Gujarati
Updated: March 22, 2018, 9:01 PM IST
શમીને ક્લિન ચીટ બાદ BCCIના અધ્યક્ષે કહ્યું, 'મને શમી પર વિશ્વાસ હતો કે...'

  • Share this:
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી પ્રમુખ, સી.કે. ખન્નાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફિક્સિંગના આરોપમાંથી ક્લિનચીટ મેળવવા અને બીસીસીઆઈનો ગ્રેડ બી કરાર મળ્યા પર ગુરૂવારે કહ્યું કે, તેમને શમી પર પૂરેપૂરો વિશ્વાસ હતો. ખન્નાએ શમીને ક્લિન ચીટ મળવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, "મને શમી પર બધી રીતે વિશ્વાસ હતો કે તેઓ ફિક્સિંગના આરોપમાંથી બધી જ રીતે ક્લિનચીટ મેળવશે. મને ખુશી છે કે, તેમની ઉપર આવો કોઈ આરોપ સાબિત ના થયો."

ઉલ્લેખનિય છે કે, બીસીસીઆઈનું સંચાલન જોઈ રહેલ પ્રશાસકોની કમિટી (સીઓએ)એ બોર્ડની ભષ્ટ્રાચાર વિરોધી એકમ (એસીયૂ)ની રિપોર્ટના આધારના આધારે તારણ કાઢ્યું છે કે, આ બાબતમાં શમી વિરૂદ્ધ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવાની જરૂરત નથી. બીસીસીઆઈએ આ આધાર પર શમીને ગ્રેડ બીનું વાર્ષિક કરાર કરી લીધો છે.

શમીની પત્ની નોંધાવી હતી ફરિયાદ

બીસીસીઆઈએ આ પહેલા હસીન જહાંના આરોપોને નજર હેઠળ રાખીને શમીને કરાર રોકી રાખવાનો નિર્ણય લીધો હતો. શમી પર તેમની પત્નીએ ફિક્સિંગ અને ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શમીએ બધા જ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. COAએ વિશેષ રીતે એસીયૂના પ્રમુખ નીરજ કુમારને આ આરોપોની તપાસ કરવા માટે કહ્યું હતું કે શું શમીએ પાકિસ્તાની મહિલા અલિશ્બા દ્વારા કોઈ મોહમ્મદભાઈ પાસેથી પૈસા લીધા હતા. જોકે તપાસમાં મેચ ફિક્સિંગના આરોપો પાયાવિહોણા હોવાનું બહાર આવવાના કારણે શમીને ફરીથી બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા સાથે જોડી લીધો છે.
First published: March 22, 2018, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading