છેલ્લી ઓવરમાં ધોનીની એક સલાહ બાદ બ્રાવોએ ફોર ફટકારી અપાવી દીધી જીત

News18 Gujarati
Updated: March 27, 2019, 8:34 AM IST
છેલ્લી ઓવરમાં ધોનીની એક સલાહ બાદ બ્રાવોએ ફોર ફટકારી અપાવી દીધી જીત
ચેન્નઇ માટે વોટસને 26 બોલમાં 44, રૈનાએ 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી, ધોનીએ અણનમ 32 રન કર્યા.

છેલ્લી ઓવરમાં CSKને જીતવા માત્ર બે રન કરવાના હતા, કેદાર જાધવ આઉટ થયા બાદ બ્રાવો આવી ગયો હતો ટેન્શનમાં

  • Share this:
આઈપીએલની ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સે ફરી એકવાર જોરદાર પ્રદર્શન કરતાં 12મી સીઝનમાં સતત બીજી જીત નોંધાવી છે. ધોનીની સેનાએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી. ચેન્નઇ માટે વોટસને 26 બોલમાં 44, રૈનાએ 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી, ધોનીએ અણનમ 32 રન કર્યા. જાધવે 27 રનની ઇનિંગ રમી.

છેલ્લી ઓવરમાં શ્વાસ થંભી ગયા


એક સમય હતો જ્યારે ચેન્નઇ સુપરકિંગ્સ સરળતાથી મેચ જીતતી જોવા મળી રહી હતી. છેલ્લી ઓવરમા્ર ચેન્નઇને માત્ર 2 રન કરવાના હતા. પરંતુ પહેલા બોલ પર રબાડાએ કેદાર જાધવને આઉટ કરી દીધો. ત્યારબાદ સતત ત્રણ બોલ ક્રીઝ પર આવેલા ડ્વેન બ્રાવોથી મિસ થઈ ગયા. ત્યારબાદ ધોની બ્રાવોની પાસે ગયો અને તેને આરામથી સિંગલ લેવાની સલાહ આપી. ત્યારબાદ બ્રાવોએ ફોર ફટકારી પોતાની ટીમને જીત અપાવી દીધી. આ જીતની સાથે ચેન્નઇ બે મેચોમાં બે જીતની સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયો.

આ પહેલા દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર મેજબાન દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ચેન્નઇને દિલ્હી કેપિટલ્સે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 6 વિકેટ પર 147 રન નોંધાવ્યા. ધવને 45 બોલમાં અડધી સદી કરી તે 51 રને આઉટ થયો. ડ્વેન બ્રાવોએ 3 વિકેટ લીધી.

આ પણ વાંચો, IPL 2019: દિલ્હી સામે ચેન્નઇની 6 વિકેટે જીત, ધોની 32 રને અણનમ
First published: March 27, 2019, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading