Home /News /sport /ક્રિકેટ પછી ગોલ્ફમાં પણ છવાયો ધોની, જૂઓ માહિના શાનદાર શોટ્સના વીડિયો

ક્રિકેટ પછી ગોલ્ફમાં પણ છવાયો ધોની, જૂઓ માહિના શાનદાર શોટ્સના વીડિયો

ધોનીએ ગોલ્ફમાં હાથ સાફ કર્યા

Mahendra Singh Dhoni was seen playing golf : ભારતના બે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન આ દિવસોમાં ક્રિકેટને કારણે નહીં પરંતુ ગોલ્ફના કારણે ચર્ચામાં છે. અસલમાં ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની ગોલ્ફ રમવાની મજા માણી રહ્યા છે. તાજેતરમાં કપિલ દેવે પણ ધોની સાથેની એક તસવીર શેર કરી અને ફની કેપ્શન આપ્યું કે જ્યારે ક્રિકેટર્સ ગોલ્ફ રમે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારતના બે ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન આ દિવસોમાં ક્રિકેટને કારણે નહીં પરંતુ ગોલ્ફના કારણે ચર્ચામાં છે. અસલમાં ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની ગોલ્ફ રમવાની મજા માણી રહ્યા છે. તાજેતરમાં કપિલ દેવે પણ ધોની સાથેની એક તસવીર શેર કરી અને ફની કેપ્શન આપ્યું કે જ્યારે ક્રિકેટર્સ ગોલ્ફ રમે છે.

    તમને જણાવી દઈએ કે કપિલ દેવની કપ્તાનીમાં ભારતે 1983માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડ ટાઈટલ જીત્યું હતું, જ્યારે ધોનીની કેપ્ટન્સીમાં 2011માં ઘરની ધરતી પર બીજો વનડે વર્લ્ડ કપ જીત્યો હતો.

    આ પણ વાંચો : કોહલી-બાબરનો બાળપણનો ફોટો વાયરલ, ફેન્સે પૂછ્યું- શું તમે કુંભ મેળામાં છૂટા પડી ગયા હતા?

    આ દરમિયાન ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ધોની ખૂબ જ ગંભીરતાથી ગોલ્ફ રમી રહ્યો છે અને શાનદાર શોટ્સ ફટકારી રહ્યો છે. અત્યાર સુધી લોકોએ ધોનીને ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ ચોગ્ગા અને છગ્ગા મારતા જોયા હતા, પરંતુ હવે ધોનીનો આ વીડિયો સામે આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે ધોની ગોલ્ફમાં પણ દિગ્ગજોને પાછળ છોડી શકે છે.








    View this post on Instagram






    A post shared by PGTI (@pgtofindia)






    હાલમાં જ ધોની ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે 25 સપ્ટેમ્બરના રોજ ફેસબુક દ્વારા બિસ્કિટ પ્રોડક્ટ Oreo લોન્ચ કરી અને તેને 2011 વર્લ્ડ કપ જીતવા સાથે જોડી. હવે ધોની આ વાતો બોલતા જ લોકોએ તેને જોરદાર ટ્રોલ કર્યો અને કહ્યું કે ધોની પૈસા માટે કંઈ પણ બોલે છે. શું ભારતે 2011નો વર્લ્ડ કપ બિસ્કિટના કારણે જીતી શક્યો હતો? ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટે કંઈ કર્યું નથી?

    આ દરમિયાન, ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેની પુત્રી તેના કૂતરાને ઓરેઓ નામથી બોલાવતી જોવા મળી રહી છે. હવે લોકો આને ગંભીર વતી ધોની માટે જવાબ કહી રહ્યા છે.


    ગંભીરે ઉઠાવ્યા હતા ગંભીર પ્રશ્ન

    આ પહેલા ગૌતમ ગંભીરે પણ ભારતીય ક્રિકેટરોને સ્ટાર બનાવવાના કલ્ચર પર સવાલ ઉઠાવ્યા હતા. ગંભીરે કહ્યું હતું કે 1983માં પણ માત્ર કપિલ દેવે જ વર્લ્ડ કપ જીતાડ્યો ન હતો અને 2011માં માત્ર મહેન્દ્ર સિંહ ધોનીના સિક્સર જ કપ જીત્યા હોય તેવું નથી, ગંભીરે કહ્યું કે ટીમના દરેક ખેલાડીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    તમને જણાવી દઈએ કે ગંભીરે 2011 વર્લ્ડ કપમાં પણ 97 રનની ઇનિંગ રમી હતી. પરંતુ તે કહે છે કે તેને વર્લ્ડ કપમાં તેના યોગદાન માટે ક્યારેય શ્રેય આપવામાં આવતો નથી, જેટલો ધોની અને અન્ય ક્રિકેટરોને આપવામાં આવે છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Golf, Kapil Dev, Mahendra singh dhoni, Sports news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन