‘બિસ્કીટ’ પછી પાકિસ્તાન ફરી લાવ્યું અજીબ ટ્રોફી, ઉડી રહી છે મજાક

News18 Gujarati
Updated: November 17, 2018, 1:46 PM IST
‘બિસ્કીટ’ પછી પાકિસ્તાન ફરી લાવ્યું અજીબ ટ્રોફી, ઉડી રહી છે મજાક
પીસીબી શ્રેણીના નામ અજીબ પ્રકારના રાખીને મજાકનું પાત્ર બની

પીસીબી શ્રેણીના નામ અજીબ પ્રકારના રાખીને મજાકનું પાત્ર બની રહી છે

  • Share this:
એશિયા કપમાં ખરાબ પ્રદર્શન પછી પાકિસ્તાનની ટીમ સતત જીત મેળવી રહી છે. જોકે આમ છતા પ્રશંસકો તેની મજાક ઉડાવી રહ્યા છે. આ મજાકનું કારણ પાકિસ્તાનના ખેલાડીઓ નહીં પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) છે. પીસીબી શ્રેણીના નામ અજીબ પ્રકારના રાખીને મજાકનું પાત્ર બની રહી છે.

પાકિસ્તાનની ટીમ હાલ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીનું નામ ‘ઓએ-હોએ’કપ છે. જ્યારે આ ટ્રોફીને મીડિયા સામે લાવવામાં આવી તો પ્રેસ કોન્ફરન્સમાં બેસેલા બધા લોકો હસવા લાગ્યા હતા. આ પછી ટ્રોફીની સોશિયલ મીડિયા ઉપર મજાક ઉડાડવામાં આવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોફીનું નામ આવો અજીબોગરીબ રાખી હોય તેવી પ્રથમ ઘટના નથી. આ પહેલા પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીની ટ્રોફી પણ અજીબ હતી. આ ટ્રોફી પર બિસ્કીટ બનાવેલું હતું અને ટ્રોફીનું નામ બિસ્કીટ ટ્રોફી રાખવામાં આવ્યું હતું. આ ટ્રોફીની પણ મજાક ઉડી હતી. આ કારણે પીસીબીના માર્કેટીંદ હેડે રાજીનામું આપવું પડ્યું હતું અને પીસીબીના ચેરમેન એહસાન મનીએ આ ઘટના સામે તપાસના આદેશ પણ આપ્યા હતા.

હવે એ જોવું રહ્યું કે ‘ઓએ-હોએ’કપની મજાક ઉડ્યા પછી પીસીબી કોની નોકરીનો ભોગ લેશે.
First published: November 17, 2018
વધુ વાંચો
अगली ख़बर