ક્લિનચીટ મળ્યા બાદ શમી બોલ્યો- પોતાની નિર્દોષતા પર વિશ્વાસ હતો

News18 Gujarati
Updated: March 23, 2018, 12:17 AM IST
ક્લિનચીટ મળ્યા બાદ શમી બોલ્યો- પોતાની નિર્દોષતા પર વિશ્વાસ હતો
આ ઉપરાંત મોહમ્મદ શમીએ પણ સતત સારું પ્રદર્શન કરીને પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે.

  • Share this:
નવી દિલ્હી: પોતાની પત્ની હસીન જહાં દ્વારા લગાવેલ ભષ્ટ્રાચારના આરોપો વચ્ચે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ આજે કહ્યું કે, તેમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે, તેઓ પોતાની નિર્દોષતા સાબિત કરી લેશે. બીસીસીઆની ભષ્ટ્રાચાર વિરોધી એકમ (એસીયૂ)એ આજે ફાસ્ટ બોલરને તેમની પત્ની દ્વારા લગાવેલ ભષ્ટ્રાચારના આરોપમાંથી ક્લિનચીટ આપી દીધી છે. ત્યાર બાદ બોર્ડે તેના કેન્દ્રિય કરારની મંજૂરી આપી દીધી છે.

બીસીસીઆઈએ આ પહેલા હસીન જહાંના આરોપોને નજર હેઠળ રાખીને શમીને કરાર રોકી રાખવાનો નિર્ણય લીધો હતો. શમી પર તેમની પત્નીએ ફિક્સિંગ અને ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શમીએ બધા જ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. COAએ વિશેષ રીતે એસીયૂના પ્રમુખ નીરજ કુમારને આ આરોપોની તપાસ કરવા માટે કહ્યું હતું કે શું શમીએ પાકિસ્તાની મહિલા અલિશ્બા દ્વારા કોઈ મોહમ્મદભાઈ પાસેથી પૈસા લીધા હતા. જોકે તપાસમાં મેચ ફિક્સિંગના આરોપો પાયાવિહોણા હોવાનું બહાર આવવાના કારણે શમીને ફરીથી બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા સાથે જોડી લીધો છે.

બીસીસીઆઈથી ક્લિનચીટ મળ્યા બાદ રાહત અનુભવી રહ્યો છું

શમીએ આજે કહ્યું કે, "મારા પર ખુબ જ પ્રેશર હતું પરંતુ બીસીસીઆઈથી ક્લિનચીટ મળ્યા બાદ હું રાહત અનુભવી રહ્યો છું. હું પોતાના દેશ પ્રત્યે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉભા કરવાના કારણે દુ:ખી હતો, પરંતુ મને બીસીસીઆઈની તપાસ પ્રક્રિયા પર પૂરેપૂરો વિશ્વાસ હતો. હું મેદાનમાં વાપસી કરવાને લઈને ઉત્સાહિત છું"

આ મારા માટે ઘણી મોટી વાત છે

તેમને કહ્યું કે, "પાછલા 10-15 દિવસ મારા માટે ખુબ જ મુશ્કેલ રહ્યાં. ખાસ કરીને મેચ ફિક્સિંગના આરોપના કારણે મારા પર ખુબ જ દબાણ આવી ગયો હતો. હું મારા ગુસ્સાને ક્રિકેટ મેદાન પર સકારાત્મક રૂપમાં નિકાળીશ. આ નિર્ણયથી મને મેદાનમાં શાનદાર પ્રદર્શન કરવા માટે સાહસ અને પ્રેરણા મળી છે. હું આવનાર દિવસોમાં પોતાની બોલિંગથી જવાબ આપીશ. આ મારા માટે મોટી જીત છે અને મને આશા છે કે, આવનાર દિવસોમાં બાકીના આરોપોમાં પણ ક્લિન સાબિત થઈ જઈશ." જોકે ફાસ્ટ બોલર તે પણ માન્યું હતું કે, તેમને ડર હતો કે તેમને ફસાવવામાં આવી શકે છે. તેમને કહ્યું, "હું જાણતો હતો કે મે કંઈ જ ખોટું કર્યું નથી પરંતુ તે છતાં પણ ડરેલો હતો કે ક્યાંક મને ફસાવી દેવામાં ના આવે. હું બીસીસીઆઈનો જેટલો આભાર માનું તેટલું ઓછું છે. "
First published: March 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading