ટીમ ઇન્ડિયાના પસંદગીકારના ઇન્ટરવ્યૂમાં ધોનીને લઈને પૂછાયો આવો સવાલ

ભારતના પૂર્વ સ્પિનર સુનીલ જોશી (Sunil Joshi) ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બન્યા છે

સુનીલ જોશી અને હરવિંદર સિંહ ધોનીના ભવિષ્ય પર જવાબ આપ્યા પછી જ સિલેક્ટર બન્યા છે

 • Share this:
  નવી દિલ્હી : ભારતના પૂર્વ સ્પિનર સુનીલ જોશી (Sunil Joshi) ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર બન્યા છે. તેમના સિવાય હરવિંદર સિંહને પણ સિલેક્શન પેનલમાં સ્થાન મળ્યું છે. ગજબની વાત એ છે કે આ બંને પૂર્વ ખેલાડી ધોનીના ભવિષ્ય પર જવાબ આપ્યા પછી જ સિલેક્ટર બન્યા છે. રિપોર્ટ પ્રમાણે મદન લાલની આગેવાનવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ રાષ્ટ્રીય ટીમના પસંદગીકર્તા પદ માટે પાંયેચ ઉમેદવારોને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના ભવિષ્ય સાથે જોડાયેલ સવાલ પુછ્યા હતા.

  પસંદગીકર્તાના પદ માટે લગભગ 40 ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં સીએસીએ લક્ષ્મણ શિવરામકૃષ્ણન, વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ, સુનીલ જોશી અને હરવિંદર સિંહને બુધવારે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. આ બધાને પુછવામાં આવ્યું હતું કે ભારતીય ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્ય વિશે તમારો મત શું છે? બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું હતું કે હા, સીએસીએ બધાને ધોનીના ભવિષ્યને લઈને એક જ સવાલ કર્યો હતો. સાથે એ પણ પૂછયું હતું કે શું તે આ ખેલાડીને ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરશે.

  આ પણ વાંચો - વિરાટ કોહલીની IPL ટીમમાં રમનાર બોલર બન્યા ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર!

  બીસીસીઆઈ ઇચ્છે છે કે પસંદગી સમિતિ ધોનીના આંતરરાષ્ટ્રીય કારકિર્દીને લઈને વલણ સ્પષ્ટ કરે. સૂત્રએ કહ્યું હતું કે ધોનીનો મામલો સંવેદનશીલ અને પેચીદો છે જેથી આ સવાલ પુછવાની જરુર હતી. ઉલ્લેખનીય છે કે ધોની જુલાઈમાં આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં થયેલા પરાજય પછી ટીમથી બહાર છે. ધોની 29 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની આગેવાની કરશે.
  Published by:Ashish Goyal
  First published: