Home /News /sport /

27 વર્ષ બાદ વર્લ્ડ કપમાં થયો મોટો બદલાવ, ટૉપ 'ટીમો' પર જોખમ

27 વર્ષ બાદ વર્લ્ડ કપમાં થયો મોટો બદલાવ, ટૉપ 'ટીમો' પર જોખમ

પ્રતિકાત્મક તસવીર

વર્લ્ડ કપના નિયમોમાં એક પરિવર્તન આવ્યું છે જેના કારણે અનેક ટીમોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : 30મી મેથી શરૂ થનારા વર્લ્ડકપમાં આ વખતે 27 વર્ષ બાદ એક પરિવર્તન આવી રહ્યું છે. વર્લ્ડ કપમાં યોજાતી મેચના ફોર્મેટનું લગતું આ પરિવર્તનનું નામ છે રાઉન્ડ રૉબિન ફોર્મટ.

    આ ફોર્મેટમાં તમામ ટીમને સમાંતર તક મળે છે અને તમામ ટીમ એક બીજાની સામે ટકરાય છે. આ ફોર્મેટ લાગુ થવાન કારણે ભારત, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન જેવી ટીમો પર જાણકારો દાવ ખેલી રહ્યાં છે પરંતુ અહીંયા અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ જેવી ટીમ પણ ટોપ -4 માં પહોંચી શકે છે.

    છેલ્લે 1992માં આ ફોર્મેટ જોવા મળ્યું હતું
    વર્ષ 1992ના વર્લ્ડ કપમાં નવ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. રાઉન્ડ રૉબિન અને નૉક આઉટ ફોર્મેટ અંતર્ગત ન્યૂઝીલેન્ડ નંબર 1 અને પાકિસ્તાન નંબર 4ની ટક્કર થઈ હતી જેમાં ઇમરાન ખાનની ટીમે 4 વિકેટથી બાજી મારી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ.

    આ પણ વાંચો :  મહિલા ખેલાડીનો મોટો ખુલાસો, 'હું લેસ્બિયન છું, ગામડાની યુવતી સાથે છે પ્રેમ'

    આવી જ રીતે નંર 2 પર રહેલી ટીમ ઇંગ્લેન્ડે નંબર 3 પર રહેલી ટીમ સાઉથ આફ્રિકાને હરાવી પાકિસ્તાન સામે ફાઇલમાં પ્રવેશ મેળવ્યો હતો. આફ્રિકા એ વખતે મોસ્ટ પ્રોડક્ટિવ ઑવર નિયમના કારણે હારી ગઈ હતી.

    રાઉન્ડ રૉબિન અને નૉકઆઉટ ફોર્મેટ શું છે?
    રાઉન્ડ રૉબિન અને નૉકાઆઉટ ફોર્મેટમાં તમામ ટીમો અંદરો અંદર મુકાબલો ખેલે છે. 2019ના વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે અને તમામ ટીમ એક બીજાની સામે મેચ રમશે. તમામ 10 ટીમને વર્લ્ડ કપમાં 9-9 મેચ રમવાની તક મલશે. આ મુકાબલાઓમાંથી ટોચની ચાર ટીમ સેમિફાઇનલમાં ભાગ લેશે. ત્યાર બાદ નૉક આઉટ રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડમાં નંબર 1 પર રહેલી ટીમ નંબર 4 સાથે અને નંબર 2ની ટીમ નંબર 3 ટીમ સામે મુકાબલો કરશે. આ બંનેમાંથી જે જીતશે તે ફાઇનલ રમશે

    વર્લ્ડ કપનું ફોર્મેટ
    વર્ષ 1975થી લઈને 1987 સુધી વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજ અને નોકઆઉટ ફોર્મેટમાં રમાયો હતો. જ્યારે વર્ષ 1992માં પહેલી વાર રૉબિન અને નૉકઆઉટ ફૉર્મેટ રમાયું હતું. પહેલી વાર તમામ ટીમોએ એક બીજા સામે મેચ રમી હતી. ત્યાર બાદ પ્રથમ વાર 2019માં આ નિયમ લાગુ થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Rules

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन