Afg vs SL : અફઘાનિસ્તાન સામે શ્રીલંકાનો 34 રને વિજય

News18 Gujarati
Updated: June 4, 2019, 11:46 PM IST
Afg vs SL : અફઘાનિસ્તાન સામે શ્રીલંકાનો 34 રને વિજય
શ્રીલંકા તરફથી નુવાન પ્રદીપે 4 વિકેટ, મલિંગાએ 3 વિકેટ ઝડપી, શ્રીલંકાનો ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે વિજય

શ્રીલંકા તરફથી નુવાન પ્રદીપે 4 વિકેટ, મલિંગાએ 3 વિકેટ ઝડપી, શ્રીલંકાનો ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે વિજય

  • Share this:
કુશાલ પરેરાની અડધી સદી (78) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ડકવર્થ લૂઈસ નિયમ પ્રમાણે 34 રને વિજય મેળવ્યો હતો. શ્રીલંકા 36.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થયું હતું. વરસાદના કારણે અફઘાનિસ્તાનને 41 ઓવરમાં 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે અફઘાનિસ્તાન 32.4 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

શહઝાદ 7 રને મલિંગાનો શિકાર બન્યો હતો. રહમત શાહ 2 રને ઉદનાનો શિકાર બન્યો હતો. હઝરતુલ્લાહ 30 રને પ્રદીપનો શિકાર બન્યો હતો. શાહીદી 4 અને નબી 11 રને આઉટ થતા અફઘાનિસ્તાને 57 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

આ પછી અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. જેના કારણે પરાજય થયો હતો. નજીબુલ્લાહે સૌથી વધારે 43 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી નુવાન પ્રદીપે 4 વિકેટ, જ્યારે મલિંગાએ 3 વિકેટ ઝડપી હતી.

અગાઉ શ્રીલંકાનો કરુણારત્ને 30 રન બનાવી આઉટ થયો હતો.થિરીમાને 25, મેન્ડિસ 2, મેથ્યુસ 00, ડી સિલ્વા 00 રને આઉટ થતા શ્રીલંકાએ 149 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.  કુશાલ પરેરાએ 42 બોલમાં 7 ફોર સાથે અડધી સદી પુરી કરી હતી. તે અડધી સદી ફટકારી 78 રને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.

કુશાલ પરેરાએ 81 બોલમાં 8 ફોર સાથે 81 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી નબીએ 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાન અને દૌલક ઝાદરાનને 2-2 વિકેટ મળી હતી.

અફઘાનિસ્તાને શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. જ્યારે શ્રીલંકાની ટીમમાં એક ફેરફાર કરાતા જીવન મેન્ડિસના સ્થાને નુવાન પ્રદીપનો સમાવેશ કરાયો છે. બંને ટીમોનો પ્રથમ મેચમાં પરાજય થયો છે.બંને ટીમો આ પ્રકારે છે

શ્રીલંકા - દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લાહિરુ થિરિમાને, એન્જલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, થિસારા પરેરા, નુવાન પ્રદીપ, કુશાલ પરેરા, કુશાલ મેન્ડિસ, લસિથ મલિંગા, સુરંગા લકમલ.

અફઘાનિસ્તાન - ગુલબદીન નઈબ (કેપ્ટન), મોહમ્મદ શહઝાદ, હજરતુલ્લાહ જજાઈ, હશમતુલ્લાહ શાહીદી, રાશિદ ખાન, દૌલત ઝાદરાન, હામિદ હસન, મુજીબ ઉર રહમાન, રહમત શાહ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન.
First published: June 4, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading