રાશિદ સામે બાંગ્લાદેશ નત:મસ્તક: અફઘાનિસ્તાને 45 રને જીતી પ્રથમ ટી-20 મેચ

News18 Gujarati
Updated: June 4, 2018, 10:57 AM IST
રાશિદ સામે બાંગ્લાદેશ નત:મસ્તક: અફઘાનિસ્તાને 45 રને જીતી પ્રથમ ટી-20 મેચ

  • Share this:
અફઘાનિસ્તાનની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશના બેટ્સમેનો નત:મસ્તક થઈ ગયા અને ત્રણ ટી-20 આંતરાષ્ટ્રીય મેચોની ક્રિકેટ સિરીઝની પહેલી મેચમાં અફઘાનિસ્તાને 45 રનથી જીત મેળવી લીધી છે.

અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન મોહમ્મદ શહજાદે 40 રનની ઈનિંગ બાદ સેમીઉલ્લા શેનવારી (18 બોલમાં 36 રન) અને શફીકુલ્લાહ (આઠ બોલરમાં 24 રન)ની ઉપયોગી ઈનિંગથી આઠ વિકેટ પર 167 રનનો પડકારજનરક સ્કોર ઉભો કરી નાંખ્યો હતો.

જવાબમાં બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન તમીમ ઈકબાલને સ્પિનર મુઝીબ ઉર રહેમાને ઈનિંગના પહેલા જ બોલે પેવેલિયન મોકલી દીધો હતો. લિટોન દાસ (30) અને મોહમ્મદુલ્લા (29) સિવાય એકપણ બાંગ્લાદેશી બેટ્સમેન અફઘાનિસ્તાનના બોલરોનો સામનો કરી શક્યો નહતો અને આખી ટીમ 19 ઓવરમાં 122 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

આઈપીએલનો ફેમસ બોલર સ્પિનર રાશિદ ખાને પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા ત્રણ ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ વિકેટ ઝડપી છે. દહેરાદૂનમાં આયોજિત આ મેચમાં રાજ્યમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટનો પણ શરૂઆત થઈ, જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 25,000 દર્શકની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં ઘણી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર રહ્યાં હતા.

122 રનમાં ઓલઆઉટ થઈ બાંગ્લાદેશ

બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડીંગનો નિર્ણય લીધો. શહેજાદ (37 બોલમાં પાંચ ફોર) અને ઉસ્માન ગની (26 રન) મળીને પહેલી વિકેટ માટે 62 રનની પાર્ટનરશીપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી. રૂબેલ હુસેને ગનીને આઉટ કરીને બાંગ્લાદેશને પ્રથમ સફળતા અપાવી.શહેજાદ 12મી ઓવરમાં શાકિબ અલ હસનની ઓવરમાં રિવર્સ સ્વીપ મારવાની કોશિશમાં બેકવર્ડ પોઈન્ટ પર મહેમૂદુલ્લાને સીધો કેચ આપીને પેવેલિયન ફર્યો. જોકે, ઓવરના પહેલા બોલ પર શાકિબે તેનો રિટર્ન કેચ છોડી દીધો હતો. મોહમ્મદુલ્લાએ 14મી ઓવરમાં નઝીબૂલ્લાહ જદરાન અને મોહમ્મદ નબીના રૂપમાં બે વિકેટ ઝડપી. શેનવારીએ 18 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સની મદદથી 36 રન અને શફિકુલ્લાએ માત્ર આઠ બોલમાં ત્રણ ટાવરિંગ સિક્સ અને એક ફોર સાથે 24 રનની ઈનિંગ રમીને ટીમના સ્કોરને 167 રન સુધી પહોંચાડી દીધો હતો. કેપ્ટન અસગર સ્ટેનિકજાઈએ અંતિમ ઓવરમાં રન આઉટ થયા પહેલા 25 રન બનાવ્યા હતા.

અબુલ હસને ત્રણ ઓવરમાં 40 રન આપીને બે જ્યારે મોહમ્મદુલ્લાએ એક ઓવરમાં એક રન આપીને બે વિકેટ ઝડપી હતી.
First published: June 4, 2018, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading