નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં (Afghanistan)વર્તમાન સ્થિતિ ખરાબ થઇ ગઈ છે, જ્યાં તાલિબાન (Taliban)અને સરકારી સૈન્ય વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યું છે. તાલિબાને (Taliban news)દેશના બહારના ભાગ પર કબજો કરી લીધો છે અને હવે પ્રાંતોની રાજધાનીઓ તરફ આગળ વધી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે તાલિબાને અફઘાનિસ્તાનના 80 ટકા ભાગ પર કબજો કરી લીધો છે અથવા તેના માટે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાની સેનાની વાપસી પછી સ્થિતિ ઘણી ખરાબ છે. આવા સંજોગોમાં અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને (Rashid Khan)દુનિયાના નેતાઓને પોતાના દેશના લોકો માટે ભાવુક અપીલ કરી છે.
22 વર્ષના સ્ટાર સ્પિનર રાશિદ ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટથી ભાવુક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે દુનિયાના નેતાઓ, મારો દેશ મુશ્કેલીમાં છે. બાળકો અને મહિલાઓ સહિત હજારો નિર્દોષ લોકો દરરોજ શહીદ થઇ જાય છે. ઘર અને સંપત્તિ નષ્ટ થઇ રહી છે. હુમલાના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થઇ જાય છે. અમને સંકટમાં ના છોડો. અફઘાનોને મારવાનું બંધ કરો અને અફઘાનિસ્તાનને નષ્ટ મત કરો. અમે શાંતિ ઇચ્છીએ છીએ.
ભારતની આઇપીએલ, પાકિસ્તાનની પીએસએલ, ઓસ્ટ્રેલિયાની બીબીએસ સહિત દુનિયાભરની ઘણી ફ્રેન્ચાઇઝી લીગોમાં સ્પિનર રાશિદ ખાનનો જલવો જોવા મળે છે.
અફઘાની સરકારી સૈન્યબળો અને તાલિબાન વચ્ચેના યુદ્ધમાં ઘણા પરિવાર બેઘર થયા છે અને મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાળકોને હથિયારબંઝ સંગઠનોમાં બળજબરીથી ભરતી કરવામાં આવી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાંથી ભારતે પોતાના નાગરિકોને પાછા બોલાવ્યા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના (Taliban)વધી રહેલા પ્રભાવથી સ્થિતિ ખરાબ થઇ રહી છે. તાલિબાને અત્યાર સુધી 6 પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે. આ દરમિયાન ભારત સરકારે અફઘાનિસ્તાનના ચોથા મોટા શહેર મજાર-એ-શરીફથી પોતાના ડિપ્લોમેટ્સ (Indian Diplomats)અને નાગરિકોને સુરક્ષિત બહાર લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અફઘાનિસ્તાનના ઉત્તરી શહેર મજાર-એ-શરીફથી નવી દિલ્હી માટે મંગળવારે એક વિશેષ ફ્લાઇટ રવાના થવાની છે.
તાલિબાને દેશના બહારી ભાગો પર કબજા પછી હવે પ્રાંતોની રાજધાનીઓ તરફ વધવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 5 દિવસોમાં તાલિબાને ઉત્તરમાં કુંદૂજ, સર એ પોલ અને તાલોકાન પર કબજો કર્યો છે. આ શહેર પોતાના જ નામના પ્રાંતની રાજધાનીઓ છે. દક્ષિણમાં ઇરાનની સરહદ સાથે લાગેલી નિમરોજ પ્રાંતની રાજધાની જરાંજ ઉપર પણ કબજો કરી લીધો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર