રાશિદ બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા કેપ્ટન, અહી જુઓ યુવા કેપ્ટન

 • Share this:
  અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાન વિશ્વકપ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. રાશિદની ઉંમર હાલમાં 19 વર્ષ અને 159 દિવસ છે. તેને અસગર સ્ટેનિકજઈના સ્થાન પર કેપ્ટનસી સોંપવામાં આવી છે. અસગર એપેન્ડિક્સની સર્જરી માટે હાલમાં જિમ્બાબ્વેની એક હોસ્પિટલમાં ભરતી છે. જિમ્બાબ્વે વિરૂદ્ધ ટી-20 સિરીઝને 2-0થી પોતાના નામે કરનાર અફઘાનિસ્તાની ટીમના બોલર રાશિદ ખાને હાલમાં જ આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈઆઈસી)ની ટી-20 બોલરોની રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું હતું. આ પહેલા રાશિદે વનડે બોલરોની રેન્કિંગમાં બૂમરાહ સાથે સંયુક્ત રૂપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો.

  ટી-20 બોલિંગની વિશ્વ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી ત્રણ ટી-20 મેચોની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 20 સ્થાનોની છલાંગ લગાવીને 12મું સ્થાન મેળવી લીધો છે. ભારતીય બોલર જસપ્રીત બૂમરાહ આ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.  ક્રિકેટ ઈતિહાસના સૌથી યુવા કેપ્ટન

  રાશીદ ખાન (અફઘાનિસ્તાન) - 19 વર્ષ 159 દિવસ

  રોડની ટ્રોટ (બર્મુડા) - 20 વર્ષ 332 દિવસ

  રાજિન સાલેહ (બાંગ્લાદેશ) - 20 વર્ષ 297 દિવસ

  તેતેન્દ્ર ટૈબૂ (ઝિમ્બાબ્વે) - 20 વર્ષ 342 દિવસ

  નવાબ પટૌડી (ભારત) - 21 વર્ષ 77 દિવસ

  રાશિદ ખાને 37 વનડે મેચોમાં 35 ઈનિંગમાં 3.82ની ઈકોનોમી સાથે 86 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7/18 રહ્યું છે. તે ઉપરાંત ટી-20 આંતરાષ્ટ્રીયની વાત કરીએ તો આ બોલર 29 મેચોમાં 47 શિકાર કરી ચૂક્યો છે. ટી-20માં તેને એક ઈનિંગમાં 3 રન આપીને 5 વિકેટ લેવાનું પણ કારનામું કર્યું છે. રાશિદ આઈપીએલ-10માં ખુબ જ ચમક્યો હતો. આઈપીએલ-2018માં સનરાઈજ હૈદરાબાદે રાશિદ ખાનને 09 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
  Published by:Mujahid Tunvar
  First published: