હોટલમાં રુમ માટે 8.3 ફૂટ લાંબા અફઘાની ક્રિકેટ પ્રશંસકે ભટકવું પડ્યું

News18 Gujarati
Updated: November 6, 2019, 2:50 PM IST
હોટલમાં રુમ માટે 8.3 ફૂટ લાંબા અફઘાની ક્રિકેટ પ્રશંસકે ભટકવું પડ્યું
હોટલમાં રુમ માટે 8 ફૂટ 3 ઇંચ લાંબા અફઘાની ક્રિકેટ પ્રશંસકે ભટકવું પડ્યું

અફઘાની શેરખાનને જ્યારે હોટલમાં કોઈ રુમના મળ્યો તો તે થાકી-હારીને નાકા પોલીસ સ્ટેશન પહોંચ્યો

  • Share this:
લખનઉ : લખનઉના ઇકાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં (Ekana International Stadium) વેસ્ટ ઇન્ડીઝ (West Indies)અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે આજથી વન-ડે શ્રેણીની શરુઆત થઈ છે. આ મેચ જોવા માટે 8 ફૂટ 3 ઇંચ લાંબો અફઘાનિસ્તાનનો પ્રશંસક લખનઉ પહોંચ્યો છે.જોકે તેણે એક હોટલમાં એક રુમ લેવા માટે ઘણા ધક્કા ખાવા પડ્યા છે. કારણ કે તેની લંબાઇ જોઈને લખનઉની કોઈ હોટલમાં તેને રુમ આપ્યો ન હતો. અંતમાં પોલીસની મદદથી તેને રુમ મળ્યો છે.

પોતાની ટીમને ચીયર કરવા માટે લખનઉ પહોંચેલ અફઘાની શેરખાનને જ્યારે હોટલમાં કોઈ રુમના મળ્યો તો તે થાકી-હારીને નાકા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે સોમવારે લખનઉ પહોંચ્યો હતો. ત્યારથી તે હોટલમાં રુમ માટે સતત ધક્કા ખાઈ રહ્યો છે પણ તેને રુમ મળ્યો નથી. તેણે પોલીસને કહ્યું હતું કે કોઈપણ હોટલ તેને રુમ આપવા માટે તૈયાર નથી. આ પછી પોલીસે તેના ડોક્યુમેન્ટ વેરીફાઇ કર્યા હતા. બધા દસ્તાવેજ સાચા સાબિત થતા પોલીસે ચારબાગની એક હોટલમાં રુમ અપાવ્યો હતો.

મેચ જોવા માટે 8 ફૂટ 3 ઇંચ લાંબો અફઘાનિસ્તાનનો પ્રશંસક લખનઉ પહોંચ્યો છે


આ પણ વાંચો - રોહિત શર્મા રાજકોટમાં પુરી કરશે અનોખી સદી, વર્લ્ડનો બીજો ક્રિકેટર બનશે

એએસપી (પશ્ચિમ) વિકાસ ચંદ્ર ત્રિપાઠીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના નિવાસી શેર ખાનની લંબાઈ 8 ફૂટ 3 ઇંચ છે. તેની લંબાઈ જોઈને બધા હોટલવાળા બીકના માર્યા તેને રુમ આપવાની ના પાડતા હતા. શેર ખાનના બધા દસ્તાવેજ યોગ્ય છે. આ પછી પોલીસે એક રુમ અપાવ્યો છે.

અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે લખનઉમાં પ્રથમ વન-ડે રમાશે. 30 વર્ષ પછી લખનઉમાં વન-ડે મેચ રમાઈ રહી છે. આ પહેલા 1989માં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કેડી સિંહ બાબુ સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાનને ટીમે લખનઉના ઇકાના સ્ટેડિયમને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવ્યું છે.
First published: November 6, 2019, 2:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading