AFG vs PAK: પાકિસ્તાનના બેટ્સમેને 15 વર્ષ જુના ધોનીની અપાવી દીધી યાદ, જુઓ તસવીર

આસિફ અલીએ ચાર વર્ષ જૂના ધોનીની યાદ અપાવી

AFG VS Pak t20 World cup : મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની જેમ આ ખેલાડીએ 4 બોલમાં બાઉન્ડ્રી ફટકારી હતી. તેની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાન 5 વિકેટે જીતી ગયું હતું.

  • Share this:
    T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ ટિમ (Cricket team)નો દેખાવ ખૂબ જ સારો રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ જેવી ધરખમ ટીમોને હરાવ્યા બાદ પાકિસ્તાને ગઈકાલે અફઘાનિસ્તાનને પણ હરાવી (AFG vs PAK T20 World Cup 2021) દીધુ હતું. આ સાથે જ પાક. ટિમ સતત ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે. આ જીત સાથે જ વર્લ્ડ કપ (T20 World Cup)માં પાક.ની એન્ટ્રી લગભગ ફાઇનલ થઈ ગઈ છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં આસિફ અલી (Asif Ali 4 Sixes)નું પ્રદર્શન સારું રહ્યું હતું. તેને મેચનો હીરો કહી શકાય છે. આ મેચમાં પાકિસ્તાનને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 24 રનની જરૂર હતી. મુશ્કેલ સમયમાં પણ આસિફે ધીરજ ગુમાવી ન હતી અને પાકિસ્તાને ઈનિંગની 18મી ઓવરમાં એક પણ રન લીધો નહોતો. ત્યાર પછીની ઓવરમાં તેની સ્ટ્રાઇક આવી હતી અને મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની જેમ તેણે 4 બોલમાં બાઉન્ડ્રી ફટકારી હતી. તેની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાન 5 વિકેટે જીતી ગયું હતું.

    છેલ્લે બોલે સિક્સ મારી ગન શોટ બતાવ્યો

    આસિફે છેલ્લી સિક્સર લગાવ્યા બાદ ધોનીની સ્ટાઇલમાં ગન શોટ (MS Dhoni Gun Shot Celebration) સેલિબ્રેશન કર્યું હતું. જેની તસવીર સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગઈ છે. ધોનીએ 2005માં જયપુર ખાતે શ્રીલંકા સામેની વન ડેમાં સદી ફટકારી આવી જ રીતે ઉજવણી કરી હતી. આ મેચમાં તેણે અણનમ 183 રન બનાવ્યા હતા અને ભારતીય ક્રિકેટમાં નવા યુગનો ઉદય થયો હતો. તેની જોરદાર ઈનિંગને કારણે ભારતે 23 બોલ બાકી હતા ત્યાં જ 299 રનનો ટાર્ગેટ પૂરો કર્યો હતો.

    આ પણ વાંચો : T20 World Cup: માતા વેન્ટિલેટર પર લડી રહી હતી જિંદગી-મોતનો જંગ, છતા દીકરાએ મેચ રમી નિભાવી ફરજ

    ધોની સાથે આસિફની સરખામણી

    આસિફે પાકિસ્તાની ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. તે પરથી કહી શકાય કે તે ધોનીના પગલે પગલે ચાલી રહ્યો છે. આસિફે ધોનીની સ્ટાઇલમાં ગન શોટ સેલિબ્રેશન કર્યું હતું. જે ટ્વિટર પર ખૂબ વાઇરલ થયું છે. આ સાથે જ ચાહકો તેની સરખામણી ધોની સાથે કરવા લાગ્યા છે. તેના સેલિબ્રેશનને લઇ ભારતીય ચાહકે આસિફ અને ધોનીની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ઘણું સમાન છે. પાકિસ્તાન સુપર લીગની ટીમ ઇસ્લામાબાદ યુનાઇટેડે પણ તેની તસવીર શેર કરી હતી.



    હું સોશિયલ મીડિયાથી દૂર છું, નીંદા પર ધ્યાન નથી દેતો: આસિફ

    ટી-20 વર્લ્ડકપની છેલ્લી બે મેચમાં જોરદાર સિક્સર ફટકારનાર પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીએ મેચ બાદ કહ્યું હતું કે, રાષ્ટ્રીય ટીમમાં તેની પસંદગીની ટીકા થઈ હતી. પરંતુ તેણે તેના પર ધ્યાન દીધું નથી. સોશિયલ મીડિયાથી દૂર છું અને મને ખબર નથી કે ત્યાં શું ચાલી રહ્યું છે.
    First published: