IND vs AUS Test: બીજો દિવસ રહ્યો ભારતીય બોલર્સના નામે, ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 7 વિકેટે 191 રન

એડિલેટ ટેસ્ટમાં ભારતે પહેલી ઈનિંગમાં પૂજારાની સદીની મદદથી 250 રન કર્યા

News18 Gujarati
Updated: December 7, 2018, 1:10 PM IST
IND vs AUS Test: બીજો દિવસ રહ્યો ભારતીય બોલર્સના નામે, ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 7 વિકેટે 191 રન
ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને સેટ થવા ન દીધા.
News18 Gujarati
Updated: December 7, 2018, 1:10 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ભારત પહેલી ઈનિંગમાં 250 રને ઓલઆઉટ થયાં બાદ ટીમ ઈન્ડિયાના બોલર્સે બાજી સંભાળી હતી. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને ક્રિઝ પર સેટ થાય તે પહેલાં જ તેમને પેવેલિયન ભેગા કરી દેવામાં ભારતીય બોલર્સને સફળતા મળી. અશ્વિને 50 રન આપી 3 વિકેટ ઝડપી, જ્યારે ઈશાંત શર્મા અને બુમરાહે બે-બે વિકેટ ઝડપી. માત્ર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન હેડને આઉટ કરવામાં ભારતીય બોલર્સ નિષ્ફળ રહ્યા જેને કારણે બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 7 વિકેટના નુકસાને 191 રન નોંધાવી શકી. હેડ 61 અને સ્ટાર્ક 8 રને નોટઆઉટ રહ્યા. ત્રીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના બાકીના ત્રણ બેટ્સમેનને આઉટ કરવા ભારતીય બોલર્સ મેદાને ઉતરશે.

સ્કોરકાર્ડ (બીજા દિવસના અંતે)
ઓસ્ટ્રેલિયા (પ્રથમ ઈનિંગ): 7 વિકેટ પર 191 રન
ભારત (પ્રથમ ઈનિંગ): 250 રને ઓલઆઉટ

અશ્વિને ધારદાર બોલિંગ કરતાં ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું. પરંતુ સૌથી ખાસ વાત હતી ઈશાંત શર્માએ લીધેલી વિકેટ. શર્માએ એરોન ફિંચને ક્લિન બોલ્ડ કર્યો. ત્યારબાદ વિરાટ કોહલીનું સેલિબ્રેશન જોવા જેવું હતું.

એડિલેડ ટેસ્ટનો પહેલો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર્સે ભારતીય બેટ્સમેનોને સેટ થવા ન દીધા અને ટીમ ઈન્ડિયા પહેલા દિવસે 9 વિકેટ પર માત્ર 250 રન જ કરી શકી. ચેતેશ્વર પૂજારાએ ટીમ ઈન્ડિયાની લાજ રાખી. પૂજારાએ પોતાના કેરિયરની 16મી સીદ ફટકારી. તેણે 246 બોલમાં સાત ચોક્કા અને 6 સિક્સરની મદદથી 123 રનની ઈનિંગ રમી.

આ પણ વાંચો, એડિલેડ ટેસ્ટમાં બુમરાહે ફેંક્યો સૌથી ઝડપી બોલ, સ્પીડ સાંભળી ઊભા થઈ જશે કાન!
First published: December 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर