પોતાની કૉમેડી ટાઇમિંગ માટે જાણીતા અભિનેતા વરુણ શર્મા (Varun Sharma) હવે પોતાના નોખા અંદાજમાં ક્રિકેટ મેચની કમેન્ટ્રી કરતો જોવા મળશે. ફિલ્મ ‘ફુકરે’થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધાક જમાવનારા વરુણના આ હૂનરનો લાભ તમે ડિઝ્ની પ્લસ હોટસ્ટારના ‘હોટસ્ટાર દોસ્ત’ પર લઈ શકો છો.
ભારતમાં ક્રિકેટ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જૂનો સંબંધ છે. કેટલાય પ્રસંગે ક્રિકેટ ખેલાડી અને કલાકારો એક સાથે, એક મંચ પર આવ્યા છે. જ્યારે બંને સાથે આવ્યા છે ત્યારે ક્રિકેટના દિવાના અને ફિલ્મોના ફેન્સનું ભરપૂર મનોરંજન થયું છે. આ વખતે કંઈક અલગ થવાનું છે. લાઇવ ક્રિકેટિંગ એક્શનમાં મનોરંજનનો તડકો લાગવાનો છે. હોટસ્ટાર દોસ્તમાં માત્ર વરુણ જ નહીં, બલ્કે ઝાકિર ખાન, અમિત ટન્ડન, હર્ષ ગુજરાલ, અમિત ભડાના, અભિષેક ઉપમન્યુ, વ્રજેશ હિરજી જેવા ટેલેન્ટેડ અભિનેતાઓ અને કૉમેડિયન IPLની આ સીઝનમાં કમેન્ટ્રી કરતા જોવા મળશે.
એક્ટર વરુણ શર્માએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, તેને પણ એક ભારતીયની જેમ જ ક્રિકેટથી અત્યંત લગાવ છે. પોતાનું બાળપણ યાદ કરતા તેણે કહ્યું હતું કે, જ્યારે પર ટીવી ઉપર લાઇવ ક્રિકેટ મેચ આવતી હતી, હું મારા ફૅમિલી મેમ્બર્સ વચ્ચે કમેન્ટેટર બની જતો હતો. મારા મમ્મી-પપ્પાને તે બહું જ સારું લાગતું. વરુણે આગળ કહ્યું કે, ક્યાં ખબર હતી કે બાળપણમાં કરેલી એ મસ્તી હવે મને આટલા મોટા લેવલે કરવાની થશે. વરુણ શર્માએ હસતાં હસતાં કહ્યું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દર્શકો અમારાથી બોર નહીં થાય.
કૉમેડિયન ઝાકિર ખાન કમેન્ટ્રી કરતો જોવા મળશે
સ્ટેન્ડઅપ કૉમેડિયન ઝાકિર ખાન (Zakir Khan) પણ પોતાના આ નવા પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત છે. તેણે પણ કહ્યું હતું કે ક્રિકેટ તેનો પહેલો પ્રેમ છે. પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરતા તે કહે છે કે, આજના યુગમાં યુવાનોને ડિઝ્ની પ્લસ હોટસ્ટારના કાર્યક્રમ અત્યંત પસંદ આવી રહ્યા છે. ઝાકિર ખાને કહ્યું હતું કે, આઈપીએલ તેના માટે ફેસ્ટિવલ સિઝન જેવું છે. જ્યારે પણ આઈપીએલ આવે છે તે પોતાનું બધું જ કામકાજ મૂકીને, પોતાનું ધ્યાન ફેવરિટ ટીમ પર લગાવી દે છે. આમ તો ઝાકિર ખાન હોટસ્ટાર દોસ્તના અગાઉના અમુક એપિસોડ્સ હોસ્ટ પણ કરી ચૂક્યો છે. અંતમાં ઝાકિર કહે છે કે, તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે, હોટસ્ટાર દોસ્તનો આ નવો આઈડિયા ક્રિકેટ ફેન્સને એક્સાટઈમેન્ટ સાથે હસાવવામાં પણ સફળ સાબિત થશે.