IPLની કોઈ પણ ટીમે મને ખરીદ્યો નહિ, પરંતુ હવે હું ટીમ ઈન્ડિયામાં છું : અભિમન્યુ ઈશ્વરન

IPLની કોઈ પણ ટીમે મને ખરીદ્યો નહિ, પરંતુ હવે હું ટીમ ઈન્ડિયામાં છું : અભિમન્યુ ઈશ્વરન

  • Share this:
    નવી દિલ્લી: ભારતયી ટીમ આગામી મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે અને સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ તથા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમ સાથે 4 સ્ટેન્ડબાય ખેલાડીઓ પણ જશે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં સ્ટેન્ડબાય ઓપનર તરીકે ટીમમાં બંગાળના બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન (Abhimanyu Easwaran)ની પણ પસંદગી કરવામાં આવી છે. ઈશ્વરને કર્યું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે રહીને ઘણુ શીખવાનો મૌકો મળશે. સાથે જ તેણે કહ્યું કે આઇપીએલ 2021માં તેને કોઇ પણ ટીમે ખરીદવામાં રસ દેખાડ્યો ન હતો પરંતુ હું હવે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવાથી ખુબ જ ખુશ છું.

    ઇનસાઇડ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર અભિમન્યુ ઈશ્વરને કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું. રાષ્ટ્રીય ટીમમાં જોડાવવું એ ગર્વની વાત છે. મને કોલ આવ્યો ત્યારે હું સૂઈ રહ્યો હતો. જો કે મને આ સમાચાર સાંભળીને નવાઈ નહોતી લાગી કેમ કે, મને અપેક્ષા હતી કે તેની પસંદગી થશે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી જ્યારે ભારતમાં ચાલતી હતી તે દરમિયાન પણ ઈશ્વરન સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ટીમ સાથે સંકળાયેલ હતો.



    આ પણ વાંચો: શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભુવનેશ્વર કુમાર બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

    આઇપીએલમાં ખરીદાર ન મળવાથી નિરાશ થયો હતો ઈશ્વરન
    અભિમન્યુ ઈશ્વરને આઈપીએલ 2021માં કોઈ ખરીદદાર મળ્યો ન હતો, આ ખેલાડીઓ આનાથી નિરાશ થયો હતો. જોકે, ઈશ્વરાને કહ્યું કે, બે મહિના પછી તે ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે અને તેના માટે આનાથી સારુ બીજું કંઈ નથી. ઇશ્વરાને કહ્યું, 'જ્યારે કોઈએ મારા માટે બોલી ન લગાવી, ત્યારે મને તેનો પસ્તાવો થયો. પરંતુ બે મહિના પછી હું ભારતીય ટીમનો એક ભાગ છું. હું આગામી ઘરેલુ સીઝનમાં સારું પ્રદર્શન કરીશ અને આઈપીએલ 2022માં રમવા માટે ઉત્સુક છું.

    આ પણ વાંચો: IPL 2021ની બાકીની મેચો નહી રમે ઈંગ્લેન્ડના ખેલાડીઓ, જાણો શું છે કારણ

    મહત્વનું છે કે, અભિમન્યુ ઇશ્વરન સતત ઈન્ડિયાએ ટીમનો ભાગ રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ 48.72 છે અને લિસ્ટ એ ક્રિકેટમાં પણ તેની એવરેજ 43થી વધુની છે. બંગાળના આ બેટ્સમેનને ટીમ ઈન્ડિયાનું ભાવિ કહેવામાં આવે છે. આશા છે કે, તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઘણું શીખશે.
    Published by:kuldipsinh barot
    First published:May 11, 2021, 19:02 pm

    ટૉપ ન્યૂઝ