50 બોલમાં સદી ફટકારી ડી વિલિયર્સે તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ

50 બોલમાં સદી ફટકારી ડી વિલિયર્સે તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ - ડી વિલિયર્સે 50 બોલમાં 8 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 100 રન બનાવ્યા

  • Share this:
    એબી ડી વિલિયર્સે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં ધમાકો કર્યો છે. ડી વિલિયર્સે રંગપુર રાયડર્સ તરફથી રમતા આક્રમક સદી ફટકારી હતી. ડી વિલિયર્સે 50 બોલમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી રંગપુરની ટીમે 18.2 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી. ડી વિલિયર્સે ટી-20માં સૌથી સદી ફટકારી છે.

    મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઢાકા ડાયનામાઇટ્સે 20 ઓવરમાં 2 વિકેટે 186 રન બનાવ્યા હતા. રોની તાલુકદારે 32 બોલમાં 52, પોલાર્ડે 23 બોલમાં 37 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરતા રંગપુરની શરુઆત ખરાબ રહેતા ક્રિસ ગેઈલ અને રિલે રુસો બીજી જ ઓવરમાં આઉટ થયા હતા. અહીંથી ડી વિલિયર્સ અને એલેક્સ હેલ્સે બાજી સંભાળી હતી. બંનેએ ટીમની જીત અપાવી હતી. ડી વિલિયર્સે 50 બોલમાં 8 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. જ્યારે હેલ્સે 53 બોલમાં 8 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 85 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો - ટી-20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં કેમ ન રખાયા, જાણો

    ડી વિલિયર્સે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
    મેચમાં 6 સિક્સર ફટકારતાની સાથે જ ડી વિલિયર્સે ટી-20માં સિક્સરો ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ રાખી દીધો છે. રોહિતના નામે ટી-20 ક્રિકેટમાં 322 સિક્સરો છે અને તે આઠમા સ્થાને છે. ડી વિલિયર્સ 325 સિક્સર સાથે સાતમાં નંબરે પહોંચી ગયો છે. ક્રિસ ગેઈલ 900 ટી-20 સિક્સરો સાથે નંબર વન છે.
    Published by:Ashish Goyal
    First published: