હવે વિરાટ કોહલીની જગ્યાએ આ ખેલાડી સંભાળશે RCBની કમાન

વિરાટ કોહલી, ફાઈલ ફોટો

બેશક ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીની કેપ્ટનસી પોઝીશનને કોઈ ખેલાડી પડકાર આપે તેની સ્થિતિમાં નજરે આવી રહ્યો નથી, પરંતુ આઈપીએલમાં તેમની કેપ્ટનસી જવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 • Share this:
  બેશક ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીની કેપ્ટનસી પોઝીશનને કોઈ ખેલાડી પડકાર આપે તેની સ્થિતિમાં નજરે આવી રહ્યો નથી, પરંતુ આઈપીએલમાં તેમની કેપ્ટનસી જવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલીની જગ્યાએ જે ખેલાડીને કેપ્ટન બનાવવાની સંભાવના છે, તે છે એબી ડિવિલિયર્સ. જ્યારે સાઉથ આફ્રિકન દિગ્ગજ ખેલાડી એબી અને વિરાટની દોસ્તી જગપ્રખ્યાત છે.

  કર્ણાટક સુવર્ણા ન્યૂઝ અને નેટવર્ક 18 સમાચાર અનુસાર કોહલીને કેપ્ટનસી પરથી હટાવવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, માત્ર આની જાહેરાત કરવાની બાકી છે. આઈપીએલની પ્રથમ સિરીઝથી જ કોહલી આરસીબી તરફથી રમી રહ્યો છે અને વર્ષ 2013 પછી તે ટીમના નિયમિત કેપ્ટન છે. કોહલીની કેપ્ટનસીમાં ભારતીય ટીમે ભલે બધી જ સફળતાઓ મેળવી લીધી, પરંતુ આઈપીએલમાં ક્યારેય આરસીબી ખિતાબ જીતી શકી નથી.

  હાલમાં જ આરસીબીના મેનેજમેન્ટે ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરતાં ડેનિયલ વિટોરીની જગ્યાએ સાઉથ આફ્રિકન કોચ ગૈરી કર્સટનની નિયુક્તિ કરી છે. તમને જણાવી દઈએ કે, એબી ડિવિલિયર્સે હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને કેપ્ટન બન્યા પછી આખી સિઝન માટે ટીમ સાથે હાજર રહેશે. આમ આ ખેલાડીએ પાકિસ્તાન સુપર લીગમાં રમવા માટે પણ હામી ભરી દીધી છે.

  હવે તે જોવાનું રહેશે કે, આરસીબીનું મેનેજમેન્ટ આ સમાચારની જાહેરાત ક્યારે કરે છે.
  Published by:Mujahid Tunvar
  First published: