ભારત-સાઉથ આફ્રિકા સિરીઝ: અંતિમ ત્રણ વનડે માટે એબીની ટીમમાં એન્ટ્રી!

News18 Gujarati
Updated: February 8, 2018, 10:10 PM IST
ભારત-સાઉથ આફ્રિકા સિરીઝ: અંતિમ ત્રણ વનડે માટે એબીની ટીમમાં એન્ટ્રી!

  • Share this:
અનુભવી બેટ્સમેન એબી ડિવિલિયર્સ ભારત વિરૂદ્ધ અંતિમ ત્રણ વનડે મેચો માટે સાઉથ આફ્રિકાની ટીમમાં વાપસી કરશે. જોકે, તેનું શનિવારે (10 ફેબ્રુઆરી) જ્હોનિસબર્ગમાં થનાર ચોથી વનડેમાં રમશે કે, નહી તે નક્કી નથી. એબી ડિવિલિયર્સની જમણા હાથની ટચલી આંગળીમાં ઈજા થવાના કારણે તે પહેલી ત્રણ મેચોમાંથી બહાર થઈ ગયો હતો. એબીને આ ઈજા ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં થઈ હતી.

એબી ડિવિલિયર્સની ગેરહાજરીમાં ભારત વિરૂદ્ધ સાઉથ આફ્રિકાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. સેલેક્ટર્સ સાથે જ્હોનિસબર્ગમાં મુલાકાત બાદ એબીની ટીમમાં વાપસી નક્કી થઈ ગઈ છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે ટીમ વાંડરર્સમાં એકત્ર થશે ત્યાર બાદ એબી રમવા ઉતરશે કે નહી તે વિશે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જો એબી ડિવિલિયર્સ ફિટ જાહેર કરી દેવામાં આવે છે, તો તેનાથી સાઉથ આફ્રિકાની બેટિંગ લાઈનઅપ મજબૂત બનશે. કેમ કે, હાલમાં મેજબાન ટીમ યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સામે નિસાહય નજરે પડે છે. યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ આ સિરીઝમાં ત્રણ મેચોના અંતે 21 વિકેટ ઝડપી લીધી છે.

તમને જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચોમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી લીધી છે. આમ 26 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાની ધરતી પર સતત ત્રણ મેચો જીતીને એક નવો ઈતિહાસ પણ લખી નાંખ્યો છે. તેવામાં હાલમાં ટીમ ઈન્ડિયા આફ્રિકાની ધરતી પર સિરીઝ જીતવાની ફિરાકમાં છે. આમ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત સિરીઝ જીતીને ટીમ ઈન્ડિયા એક નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવશે.

સિરીઝ જીતવાની સાથે જ વિરાટ કોહલી પોતાનું નામ ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાવી નાંખશે.
First published: February 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading