AB de Villiers announces retirement: સાઉથ આફ્રિકાના લેજન્ડરી ખેલાડી એ.બી. ડી. વિલિયર્સે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે. શુક્રવારે તેણે પોતાની 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આણ્યો છે અને ટ્વીટર પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી (AB de Villiers announces retirement) છે. ડી.વિલિયર્સ નિવૃત્ત થતાની સાથે જ વિરાટ કોહલીએ તેના ખાસ દોસ્તાર માટે ભાવુક સંદેશો લખ્યો છે. (Virat Kohli Emotional Message for AB De Villiers )
તારો નંબર-1 ફેન રહીશ મારા ભાઈ : વિરાટ કોહલીએ લખ્યું કે આ નિર્ણય જાણીને દુખ થયું. પરંતુ તે તારા પરિવાર માટે આ નિર્ણય લીધો છે. તું અમારા સમયનો શ્રેષ્ઠ ખેલાડી છે અને પ્રેરણાદાયી વ્યક્તિ છે. તે આરસીબીને જે આપ્યું છે અને આરસીબી માટે જે કર્યુ છે તેના માટે તને હંમેશા ગર્વ રહેશે. આપણો સંબંધ રમતની પારનો છે. તે આરસીબીને બધું જ આપ્યું અને હું એ દિલથી જાણું છું. તું આ ફ્રેન્ચાઇઝી અને મારા માટે શું છે તે હું શબ્દોમાં લખી નથી શકતો. ચિન્ના સ્વામિસ્ટેડિયમ તારા માટે ચીયર કરવાનું કાયમ યાદ રાખશે. હું તારી સાથે રમવાનું યાદ કરીશ. આઈ લવ યુ, કાયમ તારો નંબર વન ફેન રહીશ.
એ.બી. ડી. વિલિયર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારી સફર ખૂબ જ જોરદાર રહી, મે ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી નિવૃત્તી લેવાનું નક્કી કર્યુ છે. ' મારા ભાઈ સાથે ઘરના વાડામાંથી રમવાની શરૂઆત કરીને દેશ માટે રમવાનો આનંદ લીધો છે પરંતુ 37 વર્ષની ઉંમરે હવે મને એ મજા નથી આવતી. હું મારા સાથીઓનો આભાર માનું છું. મારા વિરોધી ખેલાડીઓનો આભાર માનું છું.
To the best player of our times and the most inspirational person I've met, you can be very proud of what you've done and what you've given to RCB my brother. Our bond is beyond the game and will always be.
દરેક ફિઝિયો જેમની સાથએ મેં કામ કર્યુ તે. દરેક સ્ટાફ મેમ્બર જેમની સાથે મેં પ્રવાસ કર્યો, તમામ ચાહકોનો ભારત અને આફ્રિકામાં આભાર માનું છું. ક્રિકેટ મારા માટે ખૂબ જ લાગણીભર્યુ રહ્યું. ટાઇટન્સથી લઈને આરસીબી સુધીની રમતમાં આખા વિશ્વમાં આ રમતે મને અભૂતપૂર્વ અનુભવો કરાવ્યો અને તક આપી. હું આના માટે કાયમ આભારી રહીશ.'
હું જાણું છું કે મારા પરિવારે આપેલા ત્યાગ અને સમપર્ણ સિવાય આ શક્ય નહોતું. મારા માતાપિતા, મારા ભાઈ, મારી પત્ની ડેનિયલ, મારા બાળકો. હું જીવનમાં નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આ તબક્કામાં મારો પરિવાર મારી પ્રાધાન્યતા રહેશે.
આર.સી.બી અંગે એ.બી. ડી.વિલિયર્સે કહ્યું કે આરસીબી સાથએનો 11 વર્ષનો નાતો ખૂબ સારો રહ્યો. આ ટીમને છોડતા ખૂબ ભાવુક છું.આ નિર્ણય સુધી પહોંચવામાં ખૂબ સમય લાગ્યો છે. પરંતુ ઘણું બધું વિચાર્યા પછી મેં ઈનિંગ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. હું વિરાટ કોહલી અને આરસીબી મેનેજમેન્ટ, કોચિંગ સ્ટાફ તેમજ સપોર્ટ સ્ટાફનો આભારી છું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર