વિમ્બલડનમાં ફેડરરને હરાવનાર ખેલાડીને હરાવી ચૂક્યો છે એબી ડી વિલિયર્સ!

 • Share this:
  વિશ્વના આઠમાં ક્રમાંકિત દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસને રોમાંચક અને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં બીજા ક્રમાંકિત સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડનમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. એન્ડરસને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરને ચાર કલાક ચાલેલા મેરેથોન મુકાબલામાં 2-6, 6-7 (7-5), 7-5, 6-4, 13-11થી હરાવ્યો હતો. એન્ડરસને આ જીત સાથે સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

  6 ફૂટ 8 ઇંચ લાંબો એન્ડરસન ઘણો ગજબનો ખેલાડી છે. જોકે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ખેલાડી દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ સામે હારી ચૂક્યો છે. 1996માં એક ટેનિસ મુકાબલામાં ડી વિલિયર્સે એન્ડરસનને હરાવ્યો હતો. તે સમયે ડી વિલિયર્સ 12 અને એન્ડરસન 10 વર્ષનો હતો.

  એન્ડરસન આજે પણ ડી વિલિયર્સ સામે મેચ રમીને પરાજયનો બદલો લેવા માંગે છે. 2016માં એન્ડરસને એક ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી. જેનો ડી વિલિયર્સે ટ્વિટર પોસ્ટ કરીને જવાબ આપ્યો હતો. એન્ડરસને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ડી વિલિયર્સ ઘણો શાનદાર ટેનિસ ખેલાડી હતો. મને આજે પણ યાદ છે કે જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે તેને મને હરાવ્યો હતો. હવે હું તેની સામે એક મેચ રમવા માંગુ છું.

  ડી વિલિયર્સ ક્રિકેટ ઉપરાંચ ટેનિસ અને ગોલ્ફ રમવામાં પણ નિષ્ણાત છે. કહેવાય છે કે તેનામાં પ્રોફેશનલ ગોલ્ફ બનવાની પણ ક્ષમતા છે.
  Published by:Ashish Goyal
  First published: