VIDEO : 'સુપરમેન' બનીને ડિવિલિયર્સે પકડ્યો કેચ, રોકાઈ ગયા બધાના ધબકારા

News18 Gujarati
Updated: May 18, 2018, 6:14 PM IST
VIDEO : 'સુપરમેન' બનીને ડિવિલિયર્સે પકડ્યો કેચ, રોકાઈ ગયા બધાના ધબકારા

  • Share this:
ગુરૂવારે રમાયેલ આઈપીએલની 51મી મેચમાં જ્યાં એક તરફ બેંગ્લોર અને હૈદરાબાદની ટીમોએ રનોનો વરસાદ કરી નાંખ્યો, જ્યારે બીજી તરફ ફિલ્ડીંગના કારણે મેચ ચર્ચામાં રહી. મેચ દરમિયાન કેટલાક એવા કેચ જોવા મળ્યા જેમને દર્શકો પણ અવાચક રહી ગયા હતા. પરંતુ દુનિયાના સૌથી ફિટ ખેલાડીમાંથી એક એબી ડિવિલિયર્સે એવો કેચ પકડ્યો હતો જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી લાજવાબ કેચોમાં માનવામાં આવી રહ્યો છે.

ડિવિલિયર્સે બાઉન્ડ્રી બહાર જતા બોલને પકડી પાડ્યો

હૈદરાબાદની ઈનિંગની આઠમી ઓવરમાં મોઈન અલીની બોલ પર એલેક્સ હેલ્સને સ્વેયર લેગ પર શોર્ટ ફટકાર્યો. શોર્ટ લાગ્યા બાદ બધાને લાગ્યું કે, બોલ સીમા પર જશે અને છગ્ગો થઈ જશે. પરંતુ ત્યાં ઉભેલ એબી ડિવિલિયર્સે કમાલની ફિટનેસનો પરિચય આપતા ઉંચો કૂદકો લગાવ્યો અને આશ્ચર્યજનક કેચ પકડી લીધો. ડિવિલિયર્સ એવી રીતે કૂદ્યો કે જાણે બાઉન્ડ્રી બહાર જતાં કેચને ખેંચીને પકડી લીધો હોય. ડિવિલિયર્સના આ કેચથી બેટ્સમેન હેલ્સ સહિત સ્ટેડિયમમાં રહેલ બધા જ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.



તમને જણાવી દઈએ કે ડિવિલિયર્સે એક ઐતિહાસિક કેચને બધાના દિલ જીતી લીધા, પરંતુ હૈદરાબાદના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલ કેચ પણ લોકોના મગજમાં ઘર કરી ગયા હતા. બેંગ્લોરની ઈનિંગ દરમિયાન મેચની અંતિમ ઓવરમાં ગ્રાન્ડહોમે શાનદાર શોર્ટ ફટકાર્ય અને એવું લાગ્યું કે, બોલ બાઉન્ડ્રીને પાર કરી જશે. જોકે, ત્યાં ઉભલે રાશિદખાને જમ્પ લગાવીન ગજબનો કેચ પકડ્યો. રાશિદના કેચ દિલ્હીના ટ્રેન્ટ બોલના કેચ સાથે મેળ ખાય છે. જ્યારે આનાથી પહેલા શિખર ધવને પણ એક પગ પર ઉભા રહીને બાઉન્ડ્રીના પાસે શાનદાર કેચ પકડીને બધાના મન જીતી લીધા હતા.
First published: May 18, 2018
વધુ વાંચો
अगली ख़बर