IPL 2018 : ડિવિલિયર્સે ફટકારી સૌથી લાંબી સિક્સ. તૂટી ગયા બધા રેકોર્ડ

  • Share this:
    બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એબી ડિવિલિયર્સે એવી વિસ્ફોટક ઈનિંગ રમી કે જેને જોઈને સુપરકિંગ્સના ફેન્સના હોશ ઉડી ગયા હતા. ડિવિલિયર્સ ચેન્નાઈ વિરૂદ્ધ 30 બોલમાં વિસ્ફોટક 68 રન ફટકારી દીધા હતા. ડિવિલિયર્સે પોતાની ઈનિંગમાં 8 સિક્સ અને બે ફોર ફટકારી હતી, એટલે કે, એબીએ 56 રન તો સિક્સ અને ફોર દ્વારા જ ફટકારી દીધા હતા.

    પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન ડિવિલિયર્સે આઈપીએલ 2018ની સૌથી લાંબી સિક્સ પણ ફટકારી દીધી છે. ડિવિલિયર્સે ઈમરાન તાહિરના બોલ પર 111 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. મેચની 11મી ઓવરના ચોથા બોલે એબીએ મિડવિકેટ પર શોર્ટ ફટકાર્યો અને બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમના બહાર જઈને પડ્યો હતો. આ છગ્ગો 111 મીટર લાંબો હતો.

    ડિવિલિયર્સથી પહેલા સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સના નામે ઓલરાઉન્ડર્સ આંદ્રે રસેલના નામે હતો, જેને 105 મીટ લાંબી સિક્સ ફટકારી હતી. પરંતુ ડિવિલિયર્સે રસેલને પછાડી દીધો છે. આઈપીએલ 2018માં બીજી સૌથી લાંબી સિક્સ પણ ડિવિલિયર્સના નામે છે, જેની લંબાઈ 106 મીટર માપવામાં આવી હતી.

    ડિવિલિયર્સ આઈપીએલ 2018માં સૌથી વધારે સિક્સ ફટકારવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. એબીએ અત્યાર સુધીમાં 23 છગ્ગાઓ ફટકારી દીધા છે. પંજાબના ક્રિસ ગેલ 21 સિક્સ સાથે બીજા નંબર પર છે.

    તમને જણાવી દઈએ કે, આઈપીએલ ઈતિહાસની સૌથી લાંબી સિક્સ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર એબી મોર્કલે ફટકારેલી છે. મોર્કલે 125 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.
    Published by:Mujahid Tunvar
    First published: