સૌથી ફાસ્ટ સદીથી પહેલા 'ડિવિલિયર્સ' સાથે ઘટી હતી આવી દુર્ઘટના

News18 Gujarati
Updated: June 4, 2018, 1:59 PM IST
સૌથી ફાસ્ટ સદીથી પહેલા 'ડિવિલિયર્સ' સાથે ઘટી હતી આવી દુર્ઘટના

  • Share this:
કેટલાક દિવસ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનાર સાઉથ આફ્રિકન દિગ્ગજ ખેલાડી એબી ડિવિલિયર્સને વર્તમાન સમયમાં મહાન બેટ્મેનોમાં ગણતરી થાય છે. હાલમાં જ ડિવિલિયર્સનો મિત્ર અને હમવતન ફાસ્ટ બોલર ડેલ સ્ટેને એક રસપ્રદ વાતનો ખુલાસો કર્યો છે.

ડેલ સ્ટેને જણાવ્યું કે, વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ફાસ્ટ સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા પહેલા જ એબી ડિવિલિયર્સ ડ્રેસિંગ રૂમની સીડીઓ બહાર પડી ગયો હતો. જણાવી દઈએ કે, 18 જાન્યુઆરી 2015ના દિવસે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પિંક વનડે મેચમાં 31 બોલમાં સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો, જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે.

સીડીઓ પરથી પડી ગયા બાદ ડિવિલિયર્સે બનાવી નાંખ્યો વર્લ્ડ રેકોર્ડ

સ્ટેને કહ્યું, જ્હોનિસબર્ગ વનડેમાં 31 બોલમાં શતક ફટકાર્યા પહેલા ડિવિલિયર્સ ડ્રેસિંગ રૂમની બહારની સીડીઓ પરથી નીચે પડી ગયો અને મારા પહેલા પગલે તેમની કમરનો ભાગ જોયો હતો.

સ્ટેને કહ્યું, મને યાદ છે કે, ડિવિલિયર્સે રસેલ ડોમિંગો (ત્યારના દક્ષિણ આફ્રિકાના કોચ)ને ડેવિડ મિલરને તેમની જગ્યા નંબર ત્રણ પર બેટિંગ માટે ઉતારવા માટે આગ્રહ કર્યો હતો, કેમ કે ડિવિલિયર્સને લાગ્યું કે, મિલર બોલને મેદાન બહાર મોકલવાની ક્ષમતા રાખે છે, પરંતુ કોચ રસેલે એબીને કહ્યું, ના તમે બેટિંગ કરવા માટે જાઓ, એબીની ઈચ્છા નહતા પરંતુ પાછળથી એબીએ કહ્યું ઠિક છે અને પછી તે ચેન્જિંગ રૂમથી બહારની તરફ દોડી ગયો.

એબી મેદાનમાં ઉતરે તે પહેલા જ તેની સાથે સીડીઓ પરથી નીચે પડી જવાની દૂર્ઘટના બની ગઈ હતી. જોકે, સદ્દનશીબે તેને કોઈ ઈજા પહોંચી નહતી અને મેદાનમાં જઈને તેને ન ભૂલાય તેવો એક ઈતિહાસ રચી નાંખ્યો હતો.34 વર્ષના એબીએ પોતાની કારકિર્દીમાં બધા જ ફોર્મેટમાં 420 મેચોમાં 20,000થી વધારે રન ફટકાર્યા છે. આ દરમિયાન એબીએ 47 સદીઓ પણ ફટકારી છે.
First published: June 4, 2018
વધુ વાંચો
अगली ख़बर