AB de Villers: સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એ.બી.ડી વિલયર્સનો ક્રિકેટમાંથી સન્યાસ, રેકોર્ડ રહેશે કાયમ યાદ

ક્રિકેટના એક યુગનો અંત, એ.બી. ડી.વિલિયર્સે જાહેર કર્યો સન્યાસ

AB de Villiers announces retirement: એ.બી.ડી વિલયર્સ સાઉથ આફ્રિકા કરતાં વધુ ટી-20 મેચ આઈપીએલ અને તેમાં પણ આરસીબી માટે રમ્યો હતો.

  • Share this:
    AB de Villiers announces retirement: સાઉથ આફ્રિકાના લેજન્ડરી ખેલાડી એ.બી. ડી. વિલિયર્સે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી છે. શુક્રવારે તેણે પોતાની 17 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આણ્યો છે અને ટ્વીટર પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી (AB de Villiers announces retirement) છે. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતો ડી.વિલિયર્સ તેની ઝડપી અને અલગ રમત માટે જાણીતો હતો. એ.બી. ડી.વિલિયર્સે સાઉથ આફ્રિકા માટે 114 ટસ્ટ, 228 વનડે અને 78 ટી-ટ્વેન્ટી રમી હતી.

    એ.બી. ડી. વિલિયર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મારી સફર ખૂબ જ જોરદાર રહી, મે ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી નિવૃત્તી લેવાનું નક્કી કર્યુ છે. ' મારા ભાઈ સાથે ઘરના વાડામાંથી રમવાની શરૂઆત કરીને દેશ માટે રમવાનો આનંદ લીધો છે પરંતુ 37 વર્ષની ઉંમરે હવે મને એ મજા નથી આવતી.

    હું જાણું છું કે મારા પરિવારે આપેલા ત્યાગ અને સમપર્ણ સિવાય આ શક્ય નહોતું. મારા માતાપિતા, મારા ભાઈ, મારી પત્ની ડેનિયલ, મારા બાળકો. હું જીવનમાં નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આ તબક્કામાં મારો પરિવાર મારી પ્રાધાન્યતા રહેશે.



    હું મારા સાથીઓનો આભાર માનું છું. મારા વિરોધી ખેલાડીઓનો આભાર માનું છું. દરેક ફિઝિયો જેમની સાથએ મેં કામ કર્યુ તે. દરેક સ્ટાફ મેમ્બર જેમની સાથે મેં પ્રવાસ કર્યો, તમામ ચાહકોનો ભારત અને આફ્રિકામાં આભાર માનું છું.

    ક્રિકેટ મારા માટે ખૂબ જ લાગણીભર્યુ રહ્યું. ટાઇટન્સથી લઈને આરસીબી સુધીની રમતમાં આખા વિશ્વમાં આ રમતે મને અભૂતપૂર્વ અનુભવો કરાવ્યો અને તક આપી. હું આના માટે કાયમ આભારી રહીશ.'

    આ પણ  વાંચો :  Highest Paid Female Cricketer: સૌથી વધુ આવક ધરાવતી આ છે 5 મહિલા ક્રિકેટરો, જાણો સ્મૃતિ મંધાનાનો પગાર

    આરસીબીમાંથી પણ નિવૃત્તી

    ડી.વિલિયર્સની નિવૃતીના પગલે તે હવે રોયલ ચેલેન્જર બેંગ્લોરમાંથી પણ નહીં રમે. આરસીબી સાથે જી.વિલિયર્સ વર્ષ 2011થી જોડાયેસલા હતો.

    વિરાટ કોહલી અને ટીમ મેટનો આભાર

    આર.સી.બી અંગે એ.બી. ડી.વિલિયર્સે કહ્યું કે આરસીબી સાથએનો 11 વર્ષનો નાતો ખૂબ સારો રહ્યો. આ ટીમને છોડતા ખૂબ ભાવુક છું.આ નિર્ણય સુધી પહોંચવામાં ખૂબ સમય લાગ્યો છે. પરંતુ ઘણું બધું વિચાર્યા પછી મેં ઈનિંગ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. હું વિરાટ કોહલી અને આરસીબી મેનેજમેન્ટ, કોચિંગ સ્ટાફ તેમજ સપોર્ટ સ્ટાફનો આભારી છું.

    આરસીબી માટેનો રેકોર્ડ

    ડી.વિલિયર્સે આર.સીબી માટે 156 મેચ રમી અને 4,491 રન બનાવ્યા હતા. તેણે સૌથી વધુ મુંબઈ સામે 2015માં 133 રન નોટાઆઉટ અને 2016માં ગુજરાત લાયન્સ સામે 129 નોટ આઉટ બનાવ્યા હતા.

    કરિયર

    એ.બી. ડી.વિલિયર્સે 114 ટેસ્ટમાં મેચમાં 191 ઈનિંગ રમી 8765 રન કર્યા. જેમાં 278 હાઇએસ્ટ સ્કોર હતો. તેમે 22 સદી અને 2 ડબલ સદી અને 46 ફ્ફ્ટી મારી હતી.

    વનડેમાં ડી.વિલિયર્સે 228 મેચમાં 218 ઈનિંગ રમી અને કુલ 9577 રન માર્યા હતા. તેનો હાઇએસ્ટ 176નો હતો અને કુલ 25 સદી અને 53 ફિફ્ટી મારી હતી.

      આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    ટી-20માં ડી.વિલિયર્સે 78 મેચમાં 75 ઈનિંગ રમી અને 1672 રન કર્યા હતા જેમાં તેણે 10 ફિફ્ટી મારી હતી.

    આઈપીએલમાં ડી.વિલિયર્સે કુલ 184 મેચમાં 170 ઈનિંગ રમી અને 5162 રન કર્યા હતા જેમાં 40 ફિફ્ટી અને 3 સદી શામેલ હતી.
    Published by:Jay Mishra
    First published: