આકાશ ચોપડાનો ખુલાસો, અંગ્રેજીમાં સારી પકડ હોવા છતાં કેમ પસંદ કરી હિન્દી કોમેન્ટ્રી?

આકાશ ચોપડાનો ખુલાસો, અંગ્રેજીમાં સારી પકડ હોવા છતાં કેમ પસંદ કરી હિન્દી કોમેન્ટ્રી?
આકાશ ચોપડા

છેલ્લા કેટલાક વર્ષોમાં કોમેન્ટ્રીની દુનિયામાં અંગ્રેજી પર હિન્દી કોમેન્ટ્રીનો દબદબો વધ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં કોમેન્ટ્રીની દુનિયામાં અંગ્રેજી પર હિન્દી કોમેન્ટ્રીનો દબદબો વધ્યો છે. 2012માં સ્ટાર સ્પોર્ટ્સે હિન્દી કોમેન્ટ્રી શરુ કરી હતી. જે પછી તેની લોકપ્રિયતા સતત વધી છે. ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન આકાશ ચોપડા (Aakash Chopra )હિન્દી કોમેન્ટ્રીમાં શરુથી જ સ્ટાર સ્પોર્ટ્સ સાથે જોડાયેલ છે. તેમની હિન્દી પર પકડ ઘણી સારી છે, ખાસ કરીને તે વન લાઇનર માટે ઓળખાય છે. આકાશ ચોપડાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં હિન્દી કોમેન્ટ્રી કરી હતી. તેમની પકડ હિન્દીમાં જેટલી સારી છે તેટલી જ અંગ્રેજીમાં છે. આમ છતા તેણે હિન્દી કોમેન્ટ્રીની પસંદગી કરી હતી.

  હિન્દી કોમેન્ટ્રી પસંદ કરવા પર આકાશ ચોપડાએ કહ્યું હતું કે તેની પ્રથમ ભાષા હિન્દી છે. આ સ્વાભાવિક પણે આવે છે. ક્રિકબઝને હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ચોપડાએ ખુલાસો કર્યો કે તેણે ક્યારેય પણ ડેવિડ લોયડ (David Lloyd)અને નવજોત સિંહ સિદ્ધુની (Navjot Singh Sidhu) જેમ નકલ કરવાનો પ્રયત્ન કર્યો નથી. તેનો ઉદ્દેશ્ય વસ્તુઓને આસાન રાખવાનો છે.  આ પણ વાંચો - કોરોના : 800 કરોડની વાર્ષિક કમાણી કરનાર ધોનીએ દાનમાં આપ્યા 1 લાખ રુપિયા, પ્રશંસકો ભડક્યા

  આકાશ ચોપડાએ કહ્યું હતું કે હિન્દી તેની પ્રથમ ભાષા છે. જ્યારે હિન્દી કોમેન્ટ્રી શરુ કરી હતી તો તેમની પાસે કશુંક નવું કરવા માટે ઘણું બધું હતું. જ્યારે અંગ્રેજીમાં પહેલાથી બધું સેટ હતું. હિન્દીમાં તે શબ્દો સાથે રમી શકે છે પણ તે શાયરી નથી કરતો. હું સિદ્ધુ નથી અને હું આવું કરતો નથી.

  આકાશ ચોપડાને જ્યારે તેની મનપસંદ કોમેન્ટ્રી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે 2007માં ઇંગ્લેન્ડ સામે યુવરાજ સિંહના સતત 6 સિક્સર વિશે બતાવ્યું હતું તે ફેવરિટ છે. તે સમયની કોમેન્ટ્રી તેના માટે આજે પણ સૌથી મનપસંદ કોમેન્ટ્રી પીસ છે.
  First published:March 28, 2020, 15:03 pm