એક રાતમાં સ્ટાર બની ગયો આ ખેલાડી, થઈ રહી છે વિરાટ સાથે સરખામણી

એક રાતમાં સ્ટાર બની ગયો આ ખેલાડી, થઈ રહી છે વિરાટ સાથે સરખામણી

 • Share this:
  આઈપીએલમાં પહેલી મેચમાં જ 17 વર્ષના અભિષેક શર્માએ બધાને પોતાના ફેન્સ બનાવી દીધા હતા. આઈપીએલમાં 11 મેચો સુધી ડેબ્યૂ કરવાની રાહ જોઈ રહેલ અભિષેકે પહેલી જ મેચમાં ધમાકો કરી દીધો હતો. ન્યૂઝ18 તમને આ ક્રિકેટર સાથે જોડાયેલ કેટલીક રોમાંચક વાતો જણાવશે. 17 વર્ષ 250 દુવસની ઉંમરમાં ડેબ્યૂ કરનાર અભિષેકનો જન્મ 4 સપ્ટેમ્બર 2000માં પંજાબના અમૃતસર શહેરમાં થયો હતો.

  અભિષેક ઓલરાઉન્ડર છે. તે વિસ્ફોટક બેટિંગ સાથે-સાથે સ્પિન બોલિંગ પણ કરે છે. અભિષેક ચાર વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે. અંડર 19 વર્લ્ડકપમાં મળેલી જીત પછી અભિષેકની માતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ડાઈપર પહેરીને તેના પપ્પા સાથે રમવા માટે ચાલ્યો જતો હતો.  અભિષેકના પિતા રાજકુમાર ભારતીય ક્રિકેટ ટીમ માટે અંડર-15 અને 19 માટે 22 મેચો રમી ચૂક્યા છે. તેમને રણજી ટ્રોફી રમવાની તક મળી, પરંતુ ત્યારે દૂબઈથઈ આવેલ ઓફર પછી તે સંયુક્ત અરબ અમીરાત રમવા માટે ચાલ્યા ગયા હતા. ભારત માટે રમવાનું સ્વપ્ન હવે તેમનો પુત્ર સાકાર કરશે.  ન્યૂઝીલેન્ડમાં અંડર 19 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમના સભ્ય અભિષેકે મહત્વપૂર્ણ મેચોમાં બેટ અને બોલથી બંનેથી શાનદાર પ્રદર્શન કર્યો હતો. મહત્વપૂર્ણ રીતે બોલિંગમાં 3.92ની ઈકોનોમીથી 6 વિકેટ ચટકાવી હતી. અભિષેક શર્માએ અંડર-06 વિજય મર્ચન્ટ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 1200 રન ઠોકી દીધા હતા. સાથે જ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતાં 57 વિકેટ લઈને દેશભરના છાપાઓમાં ચમકી ઉઠ્યો હતો.

  અભિષેકે રણજી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ વિરૂદ્ધ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેને આઠ નંબરે ઉતરીને 205 બોલમાં 94 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેને અંડર 19 ટીમમાં પણ જગ્યા મળી હતી.  આઈપીએલમાં પહેલી મેચમાં 46 રનની અણનમ ઈનિંગ રમીને મેચમાં સૌથી વધારે રન બનાવનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બની ગયો. આનાથી પહેલા આ રેકોર્ડ સંજૂ સેમસંનના નામે નોંધાયેલ હતો, જેને 2013માં રાજસ્થાન રોયલ્સ માટે રમતા અણનમ 27 રન બનાવ્યા હતા.
  First published:May 13, 2018, 13:00 pm