આર્મી ટ્રેનિંગથી પાછા આવ્યા બાદ આ યુવા વિકેટકિપરનો 'કોચ' બન્યો ધોની

News18 Gujarati
Updated: August 18, 2019, 1:42 PM IST
આર્મી ટ્રેનિંગથી પાછા આવ્યા બાદ આ યુવા વિકેટકિપરનો 'કોચ' બન્યો ધોની
વર્લ્ડ કપ બાદથી જ ધોનીની સંન્યાસની અટકળો ચાલી રહી છે.

મહેન્દ્રસિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

  • Share this:
ભારતના અનુભવી વિકેટકિપર - બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની ટેરિટોરિયલ આર્મીની સાથે પોતાની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી ગયો છે અને હવે દરેકની નજર તેની પર ટકેલી છે. વર્લ્ડ કપ બાદથી જ તેના સંન્યાસ લેવાના અહેવાલ આવી રહ્યા હતા, પરંતુ આ વચ્ચે વિન્ડીઝ પ્રવાસે ન જઈને 15 દિવસ માટે આર્મી ટ્રેનિંગ પર ચાલ્યો ગયો. હવે તે પરત આવી ગયો છે અને કદાચ હવે તે સંન્યાસ પર નિર્ણય લઈ શકે છે. પરંતુ તે પહેલા ધોની યુવા વિકેટકિપર બેટ્સમેનને પોતાની જેવો બનવાના ગુણ શીખવાડતો જોવા મળ્યો.

આર્મી ટ્રેનિંગથી પરત આવ્યા બાદ તેનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના એક યુવા પ્રશંસકને એક સારો વિકેટકિપર-બેટ્સમેન બનવાના ગુણ શીખવાડતો જોવા મળ્યો. જોકે, સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોને લઈને એવી પુષ્ટિ નથી થઈ શકી કે તે જૂનો વીડિયો છે કે પછી હાલનો છે. પરંતુ પ્રશંસકો આ વીડિયોને તેની આર્મી ટ્રેનિંગથી પરત ફર્યા બાદનો હોવાનો કહી રહ્યા છે અને તેને જોઈને પણ એવું જ લાગી રહ્યું છે.

મૂળે તેના આ યુવા પ્રશંસકના પિતાએ ધોનીથી પોતાના દીકરાના ખાવાની આદતની ફરિયાદ કરી, જેની પર ધોનીએ પોતાના આ પ્રશંસકને યોગ્ય ડાઇટ વિશે જણાવ્યું. ભારતીય દિગ્ગજના પ્રશંસકનું નામ છે અનિરુદ્ધ.

આ પણ વાંચો, પહેલા જ બોલે આ બાળકે સૌથી મજબૂત ખેલાડીને કર્યો આઉટ, જુઓ Video

ધોનીએ પોતાના આ પ્રશંસકને કહ્યું કે તેના પિતાથી જાણવા મળ્યું કે તે પણ વિકેટકિપર બેટ્સમેન બનવા માંગે છે, પરંતુ તેના પિતાને તેની ખાવાના સમય સાથે ઘણી પરેશાની છે. ધોનીએ પોતાના પ્રશંસકને સમજાવતાં કહ્યું કે તે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ ખાય અને પોતાની ડાયટથી શુગર અને તળેલી વસ્તુઓને દૂર રાખે. તેની સાથે પોતાના ડાયટમાં શક્ય એટલી વધું શાકભાજી અને ફળને સામેલ કરવાની જરૂર છે. કારણ કે જ્યારે તે તાકાતવાન બનશે, ત્યારે તે મોટી સિક્સર મારી શકશે. ડાયટથી જ તે ઝડપથી કેચ ઝડપી શકશે. ધોનીએ પોતાના પ્રશંસકને કહ્યું કે હવે તેને આશા છે કે તે પોતાના પિતાની સલાહ પર જ ડાયટ પ્લાન બનાવશે.

આ પણ વાંચો, ધોની ટ્રેનિંગ પૂરી કરી પરત ફર્યો, પિતાને જોતા જ ભાવુક બની પુત્રી ઝીવા
First published: August 18, 2019, 1:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading