Home /News /sport /T20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોચનાર બીજી ટીમ બની ઇંગ્લેન્ડ, શ્રીલંકા- ઓસ્ટ્રેલિયા બહાર

T20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોચનાર બીજી ટીમ બની ઇંગ્લેન્ડ, શ્રીલંકા- ઓસ્ટ્રેલિયા બહાર

ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું

T20 World Cup: ટી-20 વર્લ્ડકપમાં સુપર-12ના મુકાબલામાં શ્રીલંકાએ ઇંગ્લેન્ડને જીતવા માટે 141 રનનો પડકાર આપ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિશાંકાએ સૌથી વધુ 67 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ ...
    T2O Worldcup:  ટી-20 વર્લ્ડકપમાં કરો યા મરો મુકાબલામાં ઇંગ્લેન્ડે શ્રીલંકાને 4 વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ શ્રીલંકા અને યજમાન ઓસ્ટ્રેલિયાનું ટી-20 વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ પડકારને મેળવી લીધો હતો.

    ઇંગ્લેન્ડની આક્રમક રમત

    ઇંગ્લેન્ડે શ્રીલંકાના 142 રનના પડકારનો પીછો કરતા આક્રમક શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર કેપ્ટન જોસ બટલર અને એલેક્સ હેલ્સે પાવર પ્લેની 6 ઓવરમાં જ 70 રન ફટકાર્યા હતા. જોસ બટલર 28 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી એલેક્સ હેલ્સ 30 બોલમાં 7 ફોર અને 1 સિક્સરની મદદથી 47 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સે પણ ઇંગ્લેન્ડ માટે મહત્વપૂર્ણ રમત રમી હતી અને ટીમને જીત સુધી પહોચાડ્યુ હતુ. બેન સ્ટોક્સે અણનમ 44 રન બનાવ્યા હતા.

    ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં

    ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ ગ્રુપમાંથી શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, આયરલેન્ડ અને અફઘાનિસ્તાન બહાર ફેકાઇ ગયુ છે.  ન્યૂઝીલેન્ડ પહેલા જ સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી ચુકી છે.

    રવિવારે ગ્રુપ-2માંથી બે ટીમ સેમિ ફાઇનલમાં પહોચશે

    રવિવારે ગ્રુપ-2માંથી બે ટીમ સેમિ ફાઇનલમાં પહોચશે. ભારત અને દક્ષિણ આફ્રિકા સેમિ ફાઇનલમાં પહોચવાના મુખ્ય દાવેદાર ગણાય છે. દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે ટકરાશે. પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે જ્યારે ભારત ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ગ્રુપ-2માં ભારતના 6 પોઇન્ટ છે અને તે અત્યારે ટોપ પર છે જ્યારે દક્ષિણ આફ્રિકા 5 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. પાકિસ્તાન 4 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમ પર છે. જો રવિવારની મેચમાં પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવે અને દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે હારી જાય તેમજ ભારત ઝિમ્બાબ્વેને હરાવે તો ભારત અને પાકિસ્તાન સેમિ ફાઇનલમાં પહોચી શકે છે.

    શ્રીલંકા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થયુ

    શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ઓપનર પથુમ નિશાંકાએ 45 બોલમાં 5 સિક્સર અને 2 ફોર સાથે 67 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભાનુકા રાજપક્ષેએ 22 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે 18 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વાનિંદુ હસરંગાએ 9 રન બનાવ્યા હતા.

    ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 ઓવરમાં 26 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, સેમ કર્રન અને આદિલ રાશીદને 1-1 સફળતા મળી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन